
નરેન્દ્ર મોદી સોમવારે ફિક્કીની વાર્ષિક સામાન્યસભાને સંબોધિત કરશે. મોદી અત્રે 'અનલેશ દ ઇંટ્રેપ્રેન્યૂર વિધિન એક્સપ્લોરિંગ ન્યૂ એવેન્યૂઝ' વિષય પર પોતાનું ભાષણ આપ્યું હતું.
જેમાં અનેક વાતો કહી જેમાં મહિલા શક્તિનું વર્ણન કર્યું જેમાં ગુજરાતના જગવિખ્યાત ડાકોરનો પણ ઉલ્લેક હતો. આજથી સાત આઠ વર્ષ પહેલા ડાકોર વિસ્તારના કોઈ ગામમાંથી મને મળવા આવી હતી. તેમના ગામમાં મહિલા સરપંચ બનવાની હતી. અને ત્યાં મહિસા સરપંચ આવવાની હતી. જેથી પુરૂષો તરફથી કોઈ દ્રારા ઉમેદવારી નોંધાવી ન હતી. તે બહેનો વધારે ભણેલી ગણેલી ન હતી. મે તે બહેનોને પુછ્યું તમે શું કરવા માંગો છે. તે બહેનો કહ્યું કે આ વર્ષમાં અમે એવું કરવા માંગીએ છીએ કે જેથી કોઈ ગરીબ ન રહે. અમે કોઈ ઈકોનોમિક એક્ટીવિટી કરવા માંગીએ છીએ. અને તેથી આઈડીયા મળ્યો અને એક યોજના બનાવી. અને આજે તે યોજના થકી આજે ત્રણસોથી વધારે ગામોમાં મહિલા વહીવટ કરી રહી છે.
અને વર્તમાન સમયમાં આ બહેનો ગામ પણ સુવ્યવસ્થિત ચલાવી રહી છે. આપણી પચ્ચાસ ટકા શક્તિને આપણી વિકાસ યાત્રાને જોડવી પડશે અને તો ભારતનો ગ્રોથ આગળ વધશે. પશ્ચિમના દેશો વિચારે છેકે ભારતીય મહિલાઓ ઘરેલું હોય છે. અને આ વિચારથી હું સહમત નથી કારણકે ભારતમાં થઈ રહેલા પશુપાલનમાં સૌથી વધુ સહકાર મહિલાઓનો છે. અને તેનું ઉદાહરણ અમુલ જેવી ખ્યાતનામ કંપની.
મહિલાઓની નિર્ણય કરવામાં જેટલી ભાગીદારી વધશે તેટલો વિકાસ થશે. અમદાવાદમાં જશુબેનના પીત્ઝા ઘણા પ્રખ્યાત છે. અને અમારો ભણેલો ગણેલો યુવાન પણ મોટી કંપનીના પીત્ઝા છોડીને પણ જશુબેનના પીત્ઝા ખાય છે.
જોકે જશુબેનનું અવસાન પાંચ વર્ષ પહેલા થયું છે. જેથી મીડિયાવાળા ભાઈઓ તેમને ખોરવા જાય નહી તે વાતે રમુઝ પણ કરી હતી. પાપડની વાત કરીએ પાપડમાં લખવામાં આવે છે. લિજ્જત પાપડ. તેનો પ્રારંભ ગુજરાતની આદિવાસી મહિલાઓ દ્રારા શરૂ કરવામાં આવ્યા હતા. અને આજે તે પાપડ અરબો ખરબો બિઝનેશ મોર્ડલ બની ચુક્યો છે.
મેં માત્ર મહિલાઓની તાકતનું વર્ણન કર્યુ છે. એક નવી દિશા મળી શકે મહિલાઓના પરિવારજનોમાંથી કોઈ પણ એક સદસ્ય બિઝનેશમાં હોય છે. અને જો તેમનો બિઝનેશ મોટો હોય તો તે સોશ્યલ એક્ટિવિટી સાથે જોડાયેલ હોય છે .તેનું વર્ણન કંપનીની માહિતી પુસ્તિકામાં ઉલ્લેખ થતો હોય છે. આજ ઉધોગકાર મિત્રો આ સમાજસેવાનું કામ તેમના ઘરની મહિલાઓને આપી દે તો ચોક્કસ એક મોટું કામ હશે.
મત્સ્યઉધોગ વર્ષમાં છ મહિના બંધ રહે છે. આ વર્ષના છ મહિનામાં પરિવારોનું આર્થિકચક્ર બંધ થઈ જાય છે. તેથી અમારા દ્રારા બે ત્રણ જગ્યાએ પાયલોટ પ્રોજકેટ ચલાવામાં આવી રહ્યાં છે. જેમાં મહિલાઓ દ્રારા આયુર્વેદીક છોડની ખેતી કરવામાં આવે છે. જેનો યોગદાન ફાર્માક્ષેત્ર વધશે.
સમાજનો ઘણો મોટો ભાગ છે. જે ઘણું કામ કરી રહ્યું છે. મહાત્મા ગાંધીના જીવનચરિત્રમાં ગંગા બાનો ઉલ્લેખ આવે છે. આ ગંગા બા નાની ઉમરે વિધવા થઈ ગયા હતા. તેમને પોતાના જીવનને ઉપર ઉઠાવ્યું હતું. મહાત્મા ગાંધી જ્યારે આફ્રિકાથી આવ્યાં અને ગંગા બાને મળ્યાં . અને તેમને આશ્રમ લઈને આવ્યાં. અને ગાંધીને આ ચરખો આપવાનું કામ ગંગા બાએ કર્યું હતુ. ગુજરાત સરકાર દ્રારા સમાજમાં યોગદાન આપી રહેલા મહિલાઓ માટે ગંગા બા એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે.
આપણે જો મહિલાઓને આપણી સાથે જોડીશું તો ચોક્કસ આ દિશાથી આપણે ભારતનું ભાગ્ય બદલાવામાં અને દેશને આગળ વધારવાની શક્તિ આપણી પાસે હશે.
રાકેશ પંચાલ
