www.GraminPatrika.com: મચ્છરોથી બનશે વડોદરા જગવિખ્યાત Blogger Widgets

મચ્છરોથી બનશે વડોદરા જગવિખ્યાત

ગુજરાતના વડોદરા શહેરમાં મચ્છરોનો ત્રાસ હદ વટાવી લીધો હોય તેમ જણાય રહ્યું છે. જેના કારણે શહેર કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન આજે રવિવારે દસ વાગ્યાની આસાપાસ કર્યો હતો. વડોદરા શહેરમાં મચ્છરો એટલી હદે વધી જવા પામ્યા છેકે વડોદરાવાસીઓ સૌથી વધારે ખર્ચો મચ્છરોથી રક્ષણ મેળવવા પાછળ થાય છે તેવો કોંગ્રસ કાર્યકર્તાઓનો દાવો છે.



વડોદરાના સંયાજીગંજ વિસ્તારમાં થયેલા શહેર કોંગ્રેસના અનોખો વિરોધ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની જવા પામ્યું છે. વડોદરાવાસીઓ મચ્છરોની વચ્ચે જીવી રહ્યાં છે આ એક વર્લ્ડ રેકોર્ડ સમાન છે. તે કારણોસર આ બાબતને ધ્યાને રાખીને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડઝમાં નામ નોંધાવા માટે અરજી પણ કરી છે.

જોકે એક તરફ દેશમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે મધુમખીનો વિવાદ છેલ્લા  ત્રણ દિવસોથી છવાયેલો છે. તેમા વળી ગુજરાતના મુખ્ય શહેર ગણાતા વડોદરા શહેરમાં કોંગ્રેસ દ્રારા  મચ્છરનો વિરોધ  અનોખી કરી દેવાતા  વડોદરા શહેરનું રાજકીય વાતાવરણ ગરમ થઈ જાય  તો નવાઈ નહી.

અને જો શહેર કોંગ્રેસ દ્રારા  ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં કરાયેલી અરજીનો સ્વીકાર થઈ જાય અને વડોદરા શહેરને મચ્છરો બાબતે એવોર્ડ પ્રાપ્ત થાય તો શું થાય ?. ગુજરાતને ફરીથી વિકાસનો એવોર્ડ મળ્યો કહેવાય કે પછી આ મચ્છરોની ભુલ કહેવાય કે તેને ખબર નથી કે તે કોના ક્ષેત્રમાં વસવાટ કરી રહ્યાં છે.






રાકેશ પંચાલ