ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા વસો ગામ ખાતે સરદાર યુવા ક્રિકેટ કલબ (વસો) દ્રારા ક્રિક્રેટ ટુનાર્મેન્ટ 25મી એપ્રિલથી 31મી મે મહિના સુધી ચાલશે. આજે 25મી એપ્રિલના રોજ દર વર્ષની જેમ આ વર્ષે સરદાર યુવા ક્રિક્રટ કલબ દ્રારા આયોજન થતાંવસો તેમજ અન્ય વિસ્તારોના ક્રિક્રેટ રસિકોમાં ઉત્સાહનું મોજૂ ફરી વળ્યું છે. આજે પ્રથમ દિવસે વસોના અગ્રણી નાગરિકો હાજરી રહીને આ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો.
આજે 25મી એપ્રિલ હનુમાન જયંતિના દિવસે વસો ખાતે હનુમાન ફળિયામાં આવેલા વર્ષો જૂના હનુમાન મંદિર પંટાગણમાં દર વર્ષની જેમ હનુમાન જંયતિની ઉજવણી થઈ હતી. જેમાં ગ્રામજનો તેમજ વસોની બહાર વસેલા નાગરિકો ભારે માત્રામાં ઉપસ્થિત રહ્યાં હતા.રોકડિયા હનુમાન તરીકે ઓળખાતા વસોના હનુમાનજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાત્રિ દરમ્યાન હાસ્ય કલાકારને પણ બોલાવીને ગ્રામજનોનું મનોરંજન કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વસો ખાતે છેલ્લા ચાર દિવસ બજારમાં આવેલી ગ્રામ પંચાયતની સામે ભુખ હડતાલ થોડા ગ્રામજનો દ્રારા ચાલી રહી છે. જોકે ભુખ હડતાળ બેઠેલા આ ચાર વ્યક્તિઓ પોતાની જમીન પર પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળે તેમજ જમીન માલિકીના મુદ્દે હડતાળ પર બેઠા છે. જે માટે તેમને યોગ્ય ન્યાય મળે તેમ ઈચ્છી રહ્યાં છે.
જીગર વણકર, વસો, મો. 9408170175



