ગુજરાતમાં ગરમી પારો વધી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી ગરમી પારો 40 ડિગ્રી કે તેની આસપાસ પહોંચી જવા પામે છે. જેની સીધી અસર જનજીવનની સાથે વાહનો પર દેખાઈ રહી છે.
નડિયાદમાં આજે સોમવારે 8મી એપ્રિલના રોજ બપોરના સમયે ગેસ કીટથી ચાલી રહેલી મારૂતિ વાનમાં અચનાક ભટકે બળી જવા પામી હતી. જોકે ફાયરબ્રિગેડ સમયસર પહોચી જતા આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ ગાડી બળીને ખાખ થઈ જવા પામી છે. સદનસીબે આ દુર્ધટનામાં કોઈ જાનિહાની કે ઈજા થવા પામી નથી.
જે પ્રમાણે ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા બાદ મોટેભાગે લોકો પોતાના વાહનો ગેસ કીટથી જ ચલાવી રહ્યાં છે. ત્યારે આ ઘટના અન્ય લોકો સાવચેતી ભર્યા પગલા ભરે તે જરૂરી છે.
સિદ્ધાંત મહંત, પત્રકાર , નડિયાદ

