રાજસ્થાનના મહેશ્વરી સમાજ દ્રારા હોલિકા દહનના દસ દિવસ બાદ દશા માતાની પૂજા અર્ચના થાય છે. આજે શુક્વારે પાંચમી માર્ચેના દિને હોલિકા દહનને દસ દિવસ પૂર્ણ થયા છે. જેથી આજે દશા માતાની આરાધના નડિયાદમાં વસેલા મહેશ્વરી સમાજની બહેનો દ્રારા પણ કરવામાં હતી. નડિયાદ પશ્ચિમમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિરમાં મહેશ્વરી સમાજની બહેનોએ પીપળાની પૂજા કરી દશા માતાની આરાધના કરી હતી.

