ઓસ્ટ્રેલિયામાં થયેલા એક રિસ્રચે પુરૂષ જગતને ચિંતામાં મુકી દીધું છે. આ સિસર્ચ પ્રમાણે સમય જતાં મર્દ જાતિનું અસ્તિત્વ રહેશે નહીં, તેને જોતા વૈજ્ઞાનિક જગતમાં આ રિસર્ચ બાબતે અનેક મતભેદો છે. આ પ્રમાણે રિસર્ચના તારણ અનુસાર થશે તે માટેનો સમય ગાળો ઘણો લાંબો છે જ્યારે બીજા જાણકારોના મતે પ્રકૃતિ સમય પ્રમાણે બદલાય છે અને તેનો રસ્તો શોધી લે છે.
તમને થશે આ સિસર્ચમાં એવા કેવા પ્રકારના કારણો હશે જેનાથી મર્દ જાતિ નાશ થઈ જશે. સામાન્યપણે બધાને ભણવામાં આવતુ હોય છે અને મોટાભાગે લોકો જાણે છેકે " એક્સ-એક્સ ભેગા મળે તો છોકરીઓનો જન્મ થાય છે. અને એક્સ અને વાય ક્રોમોઝોન ભેગા થાય તો પુરૂષનો જન્મ થાય છે" . પરંતુ જો પુરૂષનો વાય ક્રોમોઝન નબળો હોય તો સ્ત્રીના એક્સ ક્રોમોઝોન સાથે ભળીને એક્સ એક્સ એટલે છોકરીનો જન્મ થાય છે.
વર્તમાન સમયમાં મનાય છેકે સ્ત્રીઓની સંખ્યા પુરૂષોની સંખ્યા કરતા ઓછી છે પંરતુ જેમ જેમ પુરૂષોનો વાય ક્રોમોઝન નબળો પડતો જશે તેમ તેમ સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતા વધતી જશે અને એક વખત એવો આવશે જ્યારે મર્દ જાતિ અલુપ્ત થઈ જશે. જે માટે પચાસ લાખ વર્ષનો સમય ગાળો છે. જે ઘણો લાબો કહી શકાય .
વર્તમાન સમયમાં મનાય છેકે સ્ત્રીઓની સંખ્યા પુરૂષોની સંખ્યા કરતા ઓછી છે પંરતુ જેમ જેમ પુરૂષોનો વાય ક્રોમોઝન નબળો પડતો જશે તેમ તેમ સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતા વધતી જશે અને એક વખત એવો આવશે જ્યારે મર્દ જાતિ અલુપ્ત થઈ જશે. જે માટે પચાસ લાખ વર્ષનો સમય ગાળો છે. જે ઘણો લાબો કહી શકાય .
ઓસ્ટ્રેલિયાની મહિલા વૈજ્ઞાનિકે કરેલા રિસર્ચ અનુસાર, ઈતિહાસ પોતાનું એક ચક્ર સંપૂર્ણ કરે છે. આ બદલાવના શરૂઆતના વર્ષોમાં મર્દોના શરીર પર માત્ર માથા અને આંખના ભાગે વાળ જ રહેશે જ્યારે શરીના અન્ય ભાગે વાળ ગાયબ થઈ જશે. જોકે આ ખતરો મહિલાઓના કારણ નથી. પરંતુ મર્દોના ક્રોમોઝન જ મર્દોને ભારે પડશે. જેમાં પુરૂષોમાં રહેલો વાય ક્રોમોઝન નબળો પડશે અને એક્સ ક્રોમોઝન વધારેને વધારે મજબૂત થશે.
જોકે નિષ્ણાતોમાં આ રિસર્ચ માટે અલગ અલગ મત છે. તેમના પ્રમાણે આ શક્ય નથી કારણકે પ્રકૃતિ સમય પ્રમાણે બદલાય છે. અને તેના રસ્તાઓ પણ મળી જતા હોય છે. જોકે વર્ષો બાદ માણસ અત્યારે જેવો જોવા મળે છે. તેવો અમુક વર્ષો કે દાયકાઓ બાદ આજના સમય પ્રમાણે જેવો દેખાય છે તેવો નહીં હોય અને તે જ પ્રકૃતિની અસર કહેવાય.
જે પ્રમાણે ડાયાબીડીસના દર્દીઓ એક સમયે ઘણા ઓછા હતા પરંતુ વર્તમાન સમયમાં ડાયાબીડીસના દર્દીઓ વધી જવા પામ્યા છે. એટલે અંતે તેટલું જ પ્રકૃતિ તેનો રસ્તો શોધી જ લે છે.
રાકેશ પંચાલ

