www.GraminPatrika.com: હવે છેતરાશો નહીં કારણ કે પૈસા બોલે છે Blogger Widgets

હવે છેતરાશો નહીં કારણ કે પૈસા બોલે છે


કોઈ પણ દેશનું ચલણ તેની આર્થિક અને રોજિંદા જીવન વ્યવહારમાં પાયાનું અંગ છે. મોટા ભાગે નકલી નોટ હાથે ચઢી જાય તો ભણેલો માણસ પણ મુંઝાય જાય છે. તેવી પરિસ્થિતિમાં નોટ હાથમાં આવે તો તેની ચકાસણી કેવી રીતે કરવી જાણી શકાય કે આ નોટ નકલી છે કે પછી અસલી.

 તો. આ જાણવું ઘણું સરળ છે. તમારે માત્ર અમુક રીતોને જાણી લેવી પડશે જેનાથી તમે થોડી જ ક્ષણોમાં પારખી લેશો કે તમારા હાથે આવેલી નોટ નકલી છે કે અસલી.


 સૌથી પહેલા જાણી લઈએ કે તમારા હાથે નકલી નોટ આવી જાય તો શું પગલાં ભરવા , જો તમને નકલી નોટ એટીએમના માધ્યમથી મળી હોય તો .? , 

તમને નકલી નોટના બદલામાં અસલી નોટ ક્યાંથી મળશે? અને આ માટેની પ્રક્રિયા શું છે? 

એટીએમમાંથી નકલી નોટ નીકળતાં બેન્કને આ અંગેની ફરિયાદ કરો. બેન્ક આ નોટો પર કાઉન્ટરફીટની મહોર લગાવીને સીલ કરી દે છે. જો કે એવી સ્થિતિમાં ઘણી વાર એવું જોવા મળે છે કે બેન્ક નકલી નોટની ફરિયાદ કરનારને એવું પૂછવા માંડે છે કે આ નોટ અમારા એટીએમમાંથી નીકળી છે તેની સાબિતી શું છે? એવી સ્થિતિમાં ગભરાયા વિનાં પોતાની વાતને વળગી રહો. બેન્કને ફરિયાદ કરવાની સાથે સાથે તમને નકલી નોટ મળી છે તેની ફરિયાદ નજીકનાં પોલીસ સ્ટેશનમાં પણ કરવી જોઇએ. જો કે બેન્કની વિરુદ્ધમાં કેસ કરવામાં આવે તો તેની સાબિતી હોવી જોઇએ કે એ નોટ તે જ એટીએમનાં છે. નોટમાં એવું કંઇ જ લખેલું નથી હોતું.

 બીજા એક વિકલ્પ તરીકે તમે દેશની મધ્યસ્થ બેન્ક આરબીઆઇ પાસે જઇને પણ એટીએમમાંથી નકલી નોટ નીકળવાની ફરિયાદ કરી શકો છો. તેના માટે આરબીઆઇમાં એક અલગ કાઉન્ટર પણ છે. અહીં તમે નકલી નોટ જમા કરીને ફરિયાદ કરી શકો છો. એટીએમમાંથી નીકળતી નકલી નોટ માટે બેન્ક જવાબદાર છે અને ગ્રાહકોએ તેની ફરિયાદ તરત જ બેન્કને કરવી જોઇએ. અત્યાર સુધી એટીએમમાંથી નીકળતી નકલી નોટો અંગે બેન્ક એવું કહીને છૂટી જતી હતી કે નોટ તેઓ નહીં બીજા લોકો એટીએમમાં ભરે છે. પણ સાચી વાત એ છે કે નકલી નોટ માટે તેઓ જ જવાબદાર છે. 


 નકલી નોટનો ઉપયોગ કરનારા કે રાખનાર જો દોષિત ઠરે તો જે તે વ્યક્તિને આઇપીસીની કલમ 489 (એ) હેઠળ જેલની સજા થઇ શકે છે.


 નકલી નોટને કેવી રીતે ઓળખવી 

 1 . કોઈ પણ મુલ્યની નોટમાં છુપાયેલો અંક હોય છે. નોટની ડાબી બાજુ મધ્યમાં છુપાયેલો અંક હોય છે તેને પ્રકાશ તરફ કરીને જોતા તે તુરંત જ દેખાય આવશે. 

2. દરેક નોટનું ચિહ્નન હોય છે. જેમ કે પાંચ સો રૂપિયાની નોટમાં ગોળકાર એક બિંદુ હોય છે. જે નોટની ડાબી બાજુ મધ્યમાં હોય છે. તે પ્રમાણે અલગ અલગ મુલ્યની નોટ માટે અલગ અલગ આકારના બિંદુ નક્કી કરવામાં આવ્યા છે.
નીચે દર્શાવેલ ફોટા જોઈને તમને સમજી શકો છો.
   







રાકેશ પંચાલ