દર વર્ષે 30મી એપ્રિલના દિવસને બાળ મજૂરી વિરોધી દિન તરીકે ઉજવાય છે. બાળકોને મજૂરી કામે લગાડવા ગેરકાનૂની હોવા છતાં આ કાયદાનો છડેચોક ઉલ્લધંન થાય છે. સરકારી કચેરીઓની બહાર કે શહેર કે ગામડાઓમાં પણ આ બાળકો કામ કરતા નજરે પડે છે. આ બાબતે જાણકારી હોવા છતાં સમાજનો દરેક વર્ગ જોઈને ુપણ અજાણ બને છે. આ ઉપરાંત 20મી નવેમ્બરના રોજ બાળ અધિકાર દિનની પણ ઉજવણી થાય છે. તંત્ર બાળમજૂરોને મુક્ત કરાવે તો જ નહીં ભારતનો કોઇ પણ નાગરિક બાળમજૂર રાખનારી વ્યક્તિ વિરુદ્ધ પોલીસ મથકમાં કાયદાની જોગવાઇઓ હેઠળ એફઆઇઆર દર્જ કરાવી શકે છે. જાગૃત નાગરિકો મેદાનમાં આવે તો આ દૂષણ અવશ્ય દૂર થાય.
બાળપણમાં ખેલકૂદની સાથે-સાથે વિદ્યા પ્રાપ્તિના બદલે કેટલાએ નાનકડા ભૂલકાઓનું કારમી મજૂરી કરીને પીસાય છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ લેબર એક્ટ હેઠળ ૧૮ વર્ષથી નીચેના બાળકો પાસે મજૂરી કરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું ફરજિયાત બનાવાયું છે.
રાકેશ પંચાલ
