પાકિસ્તાનથી કુંભ મેળા માટે આવેલા હિન્દુઓ પોતાના વતન પરત જવા માંગતા નથી. તેનું મુખ્ય કારણ છેકે પાકિસ્તાનમાં હિન્દુઓની હાલત ઘણી કફોડી છે અને અહીં ભારતમાં તેઓ મરી જવા તૈયાર છે પરંતુ પરત પાકિસ્તાન જવા તૈયાર નથી. વર્તમાન સમયમાં તેઓ દિલ્હીમાં આ લોકો વસવાટ કરી રહ્યાં છે.
આજે મંગળવારે 9મી એપ્રિલના રોજ પાકિસ્તાનથી કુંભ મેળા માટે આવેલા પાકિસ્તાની હિન્દુઓના વિઝા પુરા થઈ રહ્યાં છે. અને તેમને પાકિસ્તાન પરત ફરવાનો સમય થયો છે. ત્યારે આ લોકો દ્રારા ભારત સરકારને અહીં સ્થાયી કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. વર્તમાન સમયમાં તેઓ દિલ્હી ખાતે વસવાટ કરી રહ્યાં છે. પાકિસ્તાનથી 480 જેટલા હિન્દુઓ આવ્યા છે. તેમને પાકિસ્તાનમાં સૌથી મોટો પ્રશ્ન ક્યો છે તે બાબતે મીડિયા દ્રારા પણ અનેક પ્રશ્નો થયા છે. જેમા તેમણે જણાવ્યું હતું કે અમને અહીં ભારતમાં આવવા માટે વિઝા પણ આપવામાં આવતો ન હતો. તેમને હતું કે અમે અહીં ભારતમાં સ્થાયી થઈ જઈશું. આજે 480 પાકિસ્તાની હિન્દુઓમાંથી 200 લોકોને વિઝા પૂર્ણ થાય છે. પાકિસ્તાનમાં આ લોકોની હાલત કેવી બાબતે વધારે કહેતા તેઓ જણાવી રહ્યાં કે ત્યાં શિક્ષણ અને રોટી બન્નેથી અમારા ભાગ્યમાં નથી.
પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓ ઘરની બહાર પણ જતી નથી કારણકે તેમને સાથે છેડછાડ થતી હોવાનો ખુલાસો આ ભારત આવેલી પાકિસ્તાની હિન્દુ છોકરીઓ કરી રહી છે. પાકિસ્તાનમાં ધર્મના આધારે આ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે. જે કમાણી આ લોકો કરે છે પણ પાકિસ્તાન સરકારના કબજામાં જતી રહી છે. તે બાબતે સ્પષ્ટ્ર નિવેદનો આ પાકિસ્તાની હિન્દુઓ આપી રહ્યાં છે.પહેલા પાકિસ્તાનની આવી હાલત આવી ન હતી. ત્યાં સ્કુલોમાં કુરાને શરીફ પહેલા શીખવાડવામાં આવે છે તેથી હિન્દુઓના છોકરાઓ ભણવા જતા નથી. અમે દિલથી મનથી અહીં ભારતમાં આવ્યા છીએ અને અમે કોઈપણ કાળે પાછા જવા માંગતા નથી.
સૌથી મોટો ચોકાવનારો ખુલાસો તે છેકે જ્યારે ભારત પાકિસ્તાન મેચ રમે ત્યારે જો ભારત મેચ જીતી જાય તેનો ભોગ પાકિસ્તાનમાં વસેલા હિન્દુઓ બને છે. તેમના છોકરાઓને પાકિસ્તાનીઓ દ્રારા ઉઠાવી લેવામાં આવે છે. ત્યારે હવે જોવાનું તે રહેશે કે હવે ભારત સરકાર આ પીડિત પાકિસ્તાની હિન્દુઓને કેવી રીતે મદદ કરશે ઉપરાંત પાકિસ્તાની સરકાર સાથે કેવો વાર્તાલાપ કરશે.

રાકેશ પંચાલ