www.GraminPatrika.com: દેશની સીમા અને કોયલા વચ્ચે સરકાર Blogger Widgets

દેશની સીમા અને કોયલા વચ્ચે સરકાર



કેન્દ્રની યુપીએ સરકાર અનેક મુદ્દે વિવાદો રહી છે. દેશમાં વધી રહેલી મોંઘવારી તેમજ દરેક બાબતે  સરકારનું નરમ વલણ જોવા મળ્યું છે. તેવી પરિસ્થિતમાં 2જી  તેમજ કોલગેટ જેવા ગોટાળા બહાર આવતા સરકારને શ્વાલ લેવામાં તકલીફ પડી ગઈ હતી. આ બાબતે વિપક્ષે તેમજ જાગૃત નાગરિકો દ્રારા હરહમેશ વિરોધ રહ્યો છે. પરંતુ હવે દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકા એવી સુપ્રિમ કોર્ટે કોલગેટ મામલે આકરી ટીપ્પણી કરી છે. આજનો 30મી એપ્રિલનો દિવસ સરકાર તેમજ દેશની રાજનીતિમાં  શરમજનક કહી શકાય.

એક તરફ દેશની સીમે પડોશી દેશ ચીન પોતાની મનમાની કરી રહ્યું છે તો બીજી તરફ કોલગેટના ચક્કરમાં ફસાયેલી દેશની  સરકાર ફરી વિવાદોમાં ફસાય ગઈ છે. સરકારની સૌથી મોટી ભુલ છે કે તેણે કોર્ટનો અનાદર કરીને સીબીઆઈ  રિપોર્ટની ચકાસણી કરી અને જેને કોર્ટે  નિષ્પક્ષ તપાસમાં દખલગીરી સમાન ગણાવ્યું. કોર્ટની ટિપ્પણી બાદ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સૌથી પહેલો સવાલ, કોયલા ગોટાળામાં કોણ લોકો સંડોવાયેલા છે જેની સરકારને ઘણી ચિંતા છે. સરકાર કોને બચાવાની કોશિશ કરી છે કે જેથી તેને સીબીઆઈની રિપોર્ટ જોવાની જરૂર પડી હતી.

જોકે સુપ્રિમ કોર્ટ અનેક બાબતે સરકારને ટીપ્પણી કરતી રહી છે પરંતુ  આ પ્રકારની આકરી  ટીપ્પણી પહેલી વખત થઈ  છે. સીબીઆઈની અંદર પણ એવા સરકારના આંકા છે જે સરકારને પલ પલની જાણકારી આપી રહ્યા હોવાનો ખુલાસો મીડિયા દ્રારા કરવામાં આવ્યો છે. ત્યારે આ કોયલા ગોટાળો કોના કોના મ્હોં કાળા કરશે તે સમય સાથે જ ખબર પડશે પરંતુ આ નિષ્પક્ષ તપાસ થયા બાદ ઘણાં ઓછા લોકોના મ્હોં કાળા થતા બચશે તે ચોકક્સ છે.

અદાલતે સ્પષ્ટ્ર શબ્દો કહ્યું કે આ ભરોસો તોડવાની વાત છે. પોતાની જાતને બચાવી રહેલી સરકાર દેશની સીમાને કેટલી હદે બચાવા માટે સક્ષમ છે તે બાબતે અનેક શંકા પેદા થઈ રહી છે.જ્યારે દેશની સીમા ચિંતાનો વિષય છે ત્યારે સરકારના ભુતકાળમાં કરાયેલા પાપ વર્તમાન સમયમાં જીવ લેવા બેઠા છે ત્યારે સરકાર માટે દેશની અંદર અત્યંત શરમજનક વાતાવરણનું નિર્માણ થયું છે ત્યારે આવી પરિસ્થિતિમાં સરકારે દેશને બચાવે કે પોતાની સરકારના ભષ્ટ્ર નેતાઓને તે બાબતે મુંઝવણમાં દેખાઈ રહી છે.

દેશમાં ગોટાળ પર ગોટાળ થઈ રહ્યાં છે. અને એક પછી એક ગોટાળાનો રેકોર્ડ તુટી રહ્યો છે તે બાબતે નેતા સુષ્મા સ્વરાજે  રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું.એક તરફ દેશનું સુરક્ષા દળ ચીનની સૈનાને પાછી ધકેલવા માટે તૈયારી બતાવી રહે છે તેવી પરિસ્થિતિમાં દેશના શાંતિપ્રિય નેતા હજૂ વાતોથી ચીનને પાછી ધકેલી દેશે તે બાબતે પોતાનો વિશ્વાસ પ્રગટ કરી રહ્યાં છે. તો આ મુદ્દે સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ યાદવ પણ કડક બની ગયા પરંતુ સરકાર હજૂ બધું જ ઠીક હોવાનો ઢોંગ કરી રહી છે પરંતુ સત્યમાં સરકારનું સિંહાસન ડગીમગી ગયું છે અને ક્યારે સરકાર પોતાનો વિશ્વાસ ગુમાવી બેસે તે નક્કી નથી.આજે સુપ્રિમ કોર્ટની ટિપ્પણી આવ્યા બાદ કોંગ્રેસના નેતા એક પછી એક પ્રધાનમંત્રીને મળવા પહોંચી ગયા હતા. આ ઉપરાંત અનેક મંત્રીઓ દ્રારા મિટીંગો પર થઈ હતી. તો વિપક્ષને વિરોધનું મોકળું મેદાન મળી ગયું છે.

સુપ્રિમ કોર્ટ સીબીઆઈને જણાવ્યું કે તમે રાજનીતિના વર્તુળોમાંથી બહાર નીકળો અને સ્વતંત્ર રીતે તપાસ કરો અને આ તપાસ રિપોર્ટ કોણે કોણે જોઈ તેમના નામ માંગ્યા છે. સુપ્રિમ કોર્ટને કેમ અંધારામાં રાખવામાં આવી ઉપરાંત સુપ્રિમ કોર્ટને સીધી જ આ સ્ટેટસ રિપોર્ટ બતાવી હોવાનો ખોટો રિપોર્ટ કેમ આપવામાં આવ્યો. રિપોર્ટ કાનૂની મંત્રીને જોવાની ફરજ કેમ પડી અને રિપોર્ટ જાયા બાદ રિપોર્ટમાં શું ફેરફાર થયા છે તેનો જવાબ સીબીઆઈ દ્રારા સુપ્રિમ કોર્ટને મે મહિનાની છઠ્ઠી તારીખ સુધી આપવો પડશે.

અન્ના હજારે જેવા સમાજસેવકો તેમજ વિરોધી પક્ષોએ ભષ્ટ્રાચાર, મોંઘવારી જેવા મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો તો સરકાર હમેશા કડક વલણ અપનાવ્યું પરંતુ હવે જ્યારે સુપ્રિમ કોર્ટ કડક વલણ અપનાવ્યું છે ત્યારે સરકાર કેટલી નરમ પડે છે તે જોવાનું રહેશે. દેશમાં સર્જાયેલા અવિશ્વાસ અને ભષ્ટ્ર વાતાવરણના કારણે દેશની સીમા પર ખતરો પેદા થયો છે અને તેનો લાભ ચીન જેવા દેશો ઘણી સરળતાથી લઈ રહ્યાં હોવાનો તાજો દાખલો જોવા મળ્યો છે.






રાકેશ પંચાલ