www.GraminPatrika.com: ઉનાળામાં સીએનજી કીટથી જરા સંભાળજો !! Blogger Widgets

ઉનાળામાં સીએનજી કીટથી જરા સંભાળજો !!


સોમવારે 29મી એપ્રિલના રોજ  ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં  આવેલા વસો ગામ ખાતે  ચાલતી ગાડીમાં અચાનક આગ લાગી જવાની ઘટના બનવા પામી હતી. સવારે અગિયાર વાગ્યાની આસપાસ પેટલીથી વસો ખાતે પોતાની ગાડી મારૂતિ ફન્ટી જી જે 5 સી એફ 4934 લઈને આવી રહેલા વિજયભાઈ પ્રજાપતિની ગાડી અણધારી આગની ચપેટમાં આવી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે પેટલીથી વસો ગામ ખાતે કામકાજ અર્થે પોતાની ગાડીને લઈને વિજયભાઈ આવી રહ્યાં હતા. તે દરમ્યાન વસોના પ્રવેશદ્રાર એવા એ.જે હાઈસ્કુલના મુખ્ય માર્ગ પર કુમારશાળાની સામે કારની બોનેટમાં આગ લાગી છે તેની જાણ અન્ય વ્યક્તિ દ્રારા કરવામાં આવી હતી. સીએનજી ગાડીમાં આગ લાગી હોવાની જાણ થતાંની સાથે જ ગાડીના વાહનચાલક વિજયભાઈ સત્વરે ગાડીની બહાર નીકળી ગયા હતા. જોકે ગાડીમાં રાખેલી અમુક રોકડ રમક બળીને ખાખ થઈ જવા પામી છે.

આ ઘટનાની જાણ થતા નડિયાદથી એક દમકલ ગાડી ઘટનાસ્થળે સમયસર પહોંચી ગઈ હતી. અને આગને કાબુમાં લીધી હતી. પરંતુ આ ઘટનામાં ગાડી સહિત અમુક રોકડ રકમ બળીને ખાખ થઈ જવા પામ્યાં છે.પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

સીએનજી કીટમાં આગ લાગી હોય તેવી આ પહેલી ઘટના નથી. આ મહિનામાં ખેડા જિલ્લામાં બીજી વખત સીએનજી ગાડીમાં આગ લાગી હોવાની ઘટના બનવા પામી છે. જોકે દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં સીએનજી કીટથી ચાલતી ગાડીઓ અચાનક અણધારી આગની ચપેટમાં આવી જવાની ઘટના બની રહી છે. જેથી સીએનજી કીટની મદદથી ફોર વ્હીલ ચલાવી રહેલા વાહનચાલકો  થોડી કાળજી તે જરૂરી છે. 



 જીગર વણકર, વસો, 9408170175