
આજે 6 એપ્રિલ 2013ના રોજ શનિવારે ભારતીય જનતા પાર્ટીનો 33મી સ્થાપના દિવસ છે. તે પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ ગુજરાતમાં આવશે તે પહેલા દિલ્હી ખાતે બપોરે યોજનારા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગુજરાત તરફ રવાના થશે. અને સાંજે પાંચ વાગ્યાની આસપાસ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાનારા મહાસંમેલનમાં હાજરી આપશે.
ગુજરાત જ કેમ ?
એક તરફ ભાજપના લોહ પુરૂષને વર્ષોથી વેટીંગ ઈન પીએમના બિરૂદ હેઠળ રાજનીતિ કરી રહ્યાં છે. તો બીજી તરફ વિકાસના સુત્રને અપનાવી દેશમાં રાજનીતિ ચમકાવી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી.
ત્યારે પ્રશ્ન તેમ થાય કે કેન્દ્રીય ભાજપને વારંવાર ગુજરાત તરફ જોવાની જરૂર કેમ પડે છે. અને જો ખરેખર ગુજરાતને કેન્દ્ર બિંદુ રાખીને ભાજપ 2014ની લોકસભા ચૂંટણી લડવાની હોય તો ચોક્કસ કંઈ પહેલાથી જ કઈક નક્કી કરી લેવામાં આવ્યું છે.
ગુજરાતના વિકાસ મોર્ડલ ને દેશ સમક્ષ મુકીને અન્ય રાજ્યોના નાગિરક ને ભાજપ તરફ દોરી લેવા ઉપરાંત મુખ્યમંત્રી મોદીના નામને વારંવાર ચગાવીને અથવા તો સ્પષ્ટ્રતા ન કરીને લોકોને અગઢવમાં રાખવામાં આવે અને જો ભાજપ સારી ટકાવારીથી સમગ્ર રાજ્યોમાંથી બેઠકો સારા પ્રમાણમાં જીતે અને કંઈક અનોખુ પરિણામ આવે તો અને માત્ર તો જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે જાહેર થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સારી એવી બેઠકો મેળવીને રેકોર્ડ બ્રેક કરશે તેમ કેન્દ્રીય નેતાઓ સહિત અનેક નેતાગણ આશા સેવી રહ્યાં હતા. પરંતુ તેમ ન થયું. સૌથી ખર્ચાળ પ્રચાર અને સતત પ્રચાર માધ્યમોનો સહોરો લીધો હોવા છતાં ગુજરાતમાં ભાજપે રેકોર્ડ બ્રેક કરવામાં અસફળ રહ્યું જેથી કેન્દ્રીય ભાજપ ફરીથી મોદી મામલે વેટીંગમાં આવી ગયુ છે. મોદીને લઈને જે માહોલ જામ્યો છે. તેમા ંભંગ ન પડે તેનું ધ્યાન રાખીને નિવેદનો થઈ રહ્યાં છે. પરંતુ જ્યારે મોદીના વડાપ્રધાન પદ માટેથી સ્પષ્ટ્રતાની વાત આવે છેકે ત્યારે કોઈ ખુલીને જવાબ આપી શકત્તા નથી. કારણકે તેમને પણ ખબર નથી કે લોકસભાની ચૂંટણીમાં કેવા પરિણામ આવશે.
એક તરફ મુલાયમ અને ઉત્તપ્રદેશ કેન્દ્રીય રાજનીતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અગ્રણી નેતા મુલાયમસિંહ યાદવ પણ વડાપ્રધાન પદ માટે પહેલેથી પોતાનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર પોતાના પુત્ર હસ્તે કરીને કેનદ્રીય રાજનીતિમાં પોતાનું વડાપ્રધાનપ પદ માટેનું સ્થાન મજબૂત કરવાની કોશિશ કરતા નજરે પડી રહ્યાં છે. જોકે તેમનો નંબર ત્યારે જ લાગે જ્યારે ભાજપ અને કોંગ્રેસ પૂર્ણ બહુમતથી દૂર રહી જાય અને તે શક્યતાઓ ઘણી જ પ્રબળ છે. અને તેનો જ ડર ભાજપને છે.
આ મહાસંમેલનમાં અંદાજે એક લાખ જેટલા કાર્યક્રમો હાજર રહેશે તેવી આશા ભાજપ સેવી રહી છે. જોકે આ માત્ર ભાજપનો 33મી સ્થાપના દિવસ નથી પરંતુ મારા મતે કેન્દ્રમાં ભાજપ ફરીથી સત્તામાં સ્થાપિત થશે તેનો આ શંખનાદ છે અને તેની શરૂઆત ગુજરાતથી થઈ હોય તેમ જણાઈ રહ્યું છે.
જે રીતે ગુજરાતને કેન્દ્રમાં રાખીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આગેવાની હેઠળ ભાજપની દરેકે દરેક ગતિવિધિઓ તેમજ પ્રચાર પ્રસાર માધ્યમોમાં ચૂંટણી ગરમાવો તેજ બની જવા પામ્યો છે. તે જોઈને લાગે છેકે આ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કેન્દ્ર બિંદુ બની રહેશે અને ગુજરાત મોર્ડલના સહારે ભાજપ દેશમાં વોટ બેંકની રાજનીતિ કરશે તે નક્કી છે.
રાકેશ પંચાલ
