ગુજરાતભરમાં કમોસમી વરસાદ બાદ બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. તેની સાથે દિવસે દિવસે ગરમીનો પારો પોતાની અસર દેખાડી રહ્યો છે. અસહ્ય ગરમીથી છૂટકારો મેળવવા માટે લોકો ઠંડા પીણા, શેરડીના રસનો સહારો લઈ રહ્યાં છે. એક ગ્લાસના પાણીના એક રૂપિયો કે બે રૂપિયા આપીને પણ ભરબપોરે તરસ્યો માણસ પોતની તરસ સંતોષી લે છે. પરંતુ , અસહ્ય ગરમીમાં મુંગા પક્ષીઓની હાલત કફોડી બની જાય છે. નાનપણમાં સાંભળેલી વાર્તા યાદ આવી જાય. આ વાર્તા તમે પણ સાંભળી હશે, એક પક્ષીને તરસ લાગી હોય છે. અને જોવે છે તો જગમાં પાણી ઘણું નીચે છે. તે પત્થર નાંખીને તેને ઉપર લાવે છે. અને પોતાની તરસ સંતોષે છે. જોકે આ તો વાર્તા હતી. પક્ષીઓ માટે આ વાર્તાને સાર્થક કરવાની ક્ષમતા મનુષ્યોમાં છે. જો તમે તમારા ઘરની બહાર એક કૂંડામાં પાણી ભરીને રાખશો તો ચોક્કસ કોઈ તરસ્યા પક્ષીની તરસને સંતોષી શકો. અને તમારી આ નાનકડી કોશિશ ખરેખર, ખાલી જગમાં નાખેલા એક કાંકરા જેટલી મહત્વની બની રહેશે.
ગુજરાતના નડિયાદ તાલુકામાં આવેલા એક ગામના વેપારીએ પોતાની દુકાનમાં જ વ્યવસ્થા ગોઠવી છે. જ્યાંથી લોકો મફ્ત કૂંડા ઘરે લઈ જઈ શકે છે. દુકાને આવતા ગ્રાહકો હોંશે હોશે પોતાના ઘરે કૂંડા લઈ પણ જાય છે. આપણા વિચારો બદલાયાં, રહેણી કરણી બદલાઈ પરંતુ એક વિચાર કરજો, જો પ્રકૃતિ અને આપણા જીવન સાથે સંકળાયેલા પશુ, પક્ષીઓ બદલાઈ જશે તો આપણું જીવન શક્ય છે ???
રાકેશ પંચાલ


