આજે 11મી એપ્રિલ એટલે રાષ્ટ્રીય માતૃત્વ દિવસ, આ દિવસનો ઉદ્દેશ્ય ગર્ભવતી તેમજ તેને લગતી સ્વાસ્થ્યની જાણકારીથી મહિલાઓ જાગૃત બને તે હેતુથી આ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે.
દેશભરમાં અનોખો રાજનીતિક રંગ લાગી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. તેવી માતાઓની પ્રશંસા કરનારા મુખ્યમંત્રીના રાજ્યમાં પણ આ દિવસની કોઈ ખાસ ઉજવણી હોય તેવો મોટો કોઈ કાર્યક્રમ જિલ્લાભરમાં થયો નથી. જોકે કેન્દ્ર સરકાર તરફથી ઈન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ કરવામાં આવી છે અને આ યોજનામાં જાન ફુકવા માટે પ્રયાસ કરી રહી છે. જેની અસરથી કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ઈન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાને સુવ્યવસ્થિત લાગુ કરવા બાબતે લેખિતમાં જણાવવામાં આવ્યું છે. આ મહિના દરમ્યાન આ યોજનાને કેટલી સફળતા મળી તે બાબતે સમીક્ષા કરવામાં આવનારી છે.
રાકેશ પંચાલ
.jpg)
