આજે 6 એપ્રિલ 2013ના રોજ શનિવારે ભારતીય જનતા પાર્ટીનો 33મો સ્થાપના દિવસ છે. તે પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ ગુજરાતમાં આવી રહ્યાં છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં અંદાજે એક લાખ જેટલા કાર્યક્રરો ગુજરાતભરમાંથી આવશે. સ્થાપના દિને યોજાઈ રહેલા મહાસંમેલનમાં ભાગ લેવા માટે ખેડા જિનાલ્લાના નડિયાદ શહેરમાંથી પણ બપોરે કાર્યકરોનો કાફલો અમદાવાદ તરફ રવાના થયો હતો. અમદાવાદના મહાસંમલેનમાં હાજરી આપવા માટે નડિયાદથી રવાના થઈ રહેલા હજારો કાર્યકરોને ગુજરાત વિધાનસભાના મુખ્ય દડંક અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ લીલી ઝંડી બતાવી હતી.

