www.GraminPatrika.com: ખરેખરનો વિરોધ કે પછી માત્ર વિક્ષેપ Blogger Widgets

ખરેખરનો વિરોધ કે પછી માત્ર વિક્ષેપ



અમદાવાદ ખાતે  આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભારતીય જનતા પાર્ટીનો 33મો સ્થપના દિવસ ઉજવાયો  હતો. સાંજે પાંચ વાગ્યે ઉજવાયેલા આ સ્થાપના દિવસમાં ભાજપના નવા નિમાયેલા અધ્યક્ષ રાજનાથ સિંહની હાજરીએ સૌ કોઈનું ધ્યાન દોરયેલ હતું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ગુજ રાતમાં ભરાયેલા મહાસંમેલન અને તેમા વળી હજારોની સંખ્યા ઉપસ્થિત કાર્યકર્તો  અને આ બધી જ વિગતોનું મહાકવેરજ દરેકે દરેક ટીવી ચેનલો દ્રારા કરવામાં આવશે તે બાબતે કદાચ ગુજરાત વિપક્ષ પહેલાં જ જાણતું હતું. જેથી તેમણે સૌરાષ્ટ્રમાં થઈ રહેલી પાણીની અછત્તને મુદ્દો બનાવીને રાજકીય વાતાવરણ શરૂઆતથી જ ગરમ કરવાની કોશિશ કરી હતી.


દિલ્હીથી પણ અગ્રણી નેતાઓના મુખે એક જ વાત હતી કે એક તરફ મોદી મહાસંમેલન કરી ખોટા ખર્ચો કરી રહ્યાં છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર પાણી માટે તરસી રહ્યું છે. તેની તરફ જોવાનો ગુજરાતના મુખ્યમંત્રીને સમય નથી. તો ગુજરાત કોંગ્રેસ સ્થાપના દિને  વિરોધ પ્રદર્શન કરીને વાતાવરણને ગરમ કરવાની કૌશિશ કરી હતી. ભાજનપા અધ્ચક્ષ રાજનાથસિંહના નામના પોસ્ટરો લઈને ઉભેલા કોંગ્રેસી કાર્યકરો વિરોધ કરી રહ્યાં હતા. જેમના પચ્ચાસ જેટલા કાર્યકરોની પોલીસે અટક કરી  છે. જોકે કોંગ્રેસ જણાવી રહ્યું છેકે રાજનાથે સૌરાષ્ટ્રની મુલાકાત લેવી જોઈએ. ત્યારે મને પ્રશ્ન તે થાય છેકે રાજનાથ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.  પરંતુ કેન્દ્રમાં બેઠેલી સરકારના અગ્રણી નેતાઓ પણ આવીને સૌરાષ્ટ્રમાં વ્યાપેલી પાણીની સમસ્યાને સાંભળી શકે છે. તો માત્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સૌરાષ્ટ્રની સમસ્યાને સાંભળીને પાણીની સમસ્યા દૂર શકે તેમ છે.


આ તો થયો એક અરીસો, પણ બીજા અરીસો તે પણ છેકે સૌરાષ્ટ્રમાં વ્યાપી રહેલી પાણીની સમસ્યાને દૂર કરવી જરૂરી છે. અને તે માટે સરકાર શું પ્રયત્નો કરી રહી છે. તે સૌરાષ્ટ્રવાસીઓ જ જણાવી શકે અને કેમ વર્ષોથી સૌરાષ્ટ્ર એકસરખી સમસ્યાથી પીડઈ રહ્યું છે. તેના પણ ચોક્કસ કારણો હશે. તે પ્રજા સમક્ષ ઉજાગર વિરોધી પાર્ટીઓ દ્રારા થવા જોઈએ, માત્ર કોરોને કોરો વિરોધ કરીને ટાઈમપાસ કરીને વર્તમાન સરકારને ખોટી ઠેરવીને પ્રજાને ભોળવી ન શકાય.ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પ્રથમ વખત કોઈ રાજ્યમાં મોટા પાયે ઉજવાઈ રહ્યો છે. વિરોધ પક્ષો ગમે તેટલો વિરોધ કરે પરંતુ ગુજરાત ભાજપને તેની કંઈ પડી નથી. કારણકે રાજ્યનો નેતા કેન્દ્રમાં જઈ રહ્યો  છે.
વિરોધ કરનારા લોકોએ જનસંધના વિરોધને પણ ધ્યાને રાખવો જોઈએ, જ્યારે જનસંધ સત્તામાં બેઠેલી પાર્ટીનો વિરોધ કરે ત્યારે સત્તા પક્ષ મજબૂર બની જતું હતુ. આ થી વિરોધ કરનારા લોકોની વાત. જુના જોગી નેતઓ પણ વર્તમાન રાજકીય હલચલથી ખુશ નથી તેમ જણાઈ રહ્યુ છે તેથી જ કદાચ  આજે દિલ્હી ખાતે સ્થાપના દિવસની ઉજવણી વખતે કેનદ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાની વેદના ઠાલવી દીધી કહી દીધું કે મેં જે ભાજપનું સ્વપ્ન સેવ્યું હતું. તેવું ભાજપ આજે નથી.






રાકેશ પંચાલ