www.GraminPatrika.com: હું રોજ ઈશ્વરને જોઉં છું તમે જોયો ? Blogger Widgets

હું રોજ ઈશ્વરને જોઉં છું તમે જોયો ?



વિશ્વનો કોઈપણ દેશ ધર્મ સાથે સંકળાયેલ હોય છે. ધર્મ અને જીવન એકબીજાની સાથે ચાલે છે. તમને ધર્મને માનો છો તેનો મતબલ થયો કે આસ્તિક છો અને તમે ઈશ્વરમાં માનો છે અને તમારા ધર્મગુરૂ પર તમને ભરોસો છે.સમાજને બે સ્તર પર વહેંચી દેવામાં આવે તો એક થશે આસ્તિક વર્ગ અને બીજો થશે નાસ્તિક વર્ગ, પરંતુ સત્ય તે છેકે સમાજનો ત્રીજો વર્ગ પણ છે જેની કોઈ દિશા નથી. અને તે છે લાલચું વર્ગ, અને તે ઘણો મોટા પાયે વસે છે. અને  આ વર્ગની ઓળખ ઘણી સરળ છે. દરેક ધર્મનું શાસ્ત્ર સત્ય, અહિંસા, લાલચથી દૂર રહેવાના ઉપદેશ આપે છે. પરંતુ આ વચેટીયો વર્ગે જે તેના ધર્મના શાસ્રને સારી રીતે જાણે છે છતાં તેનું પાલન કરતો નથી અને જ્યારે કોઈ સંકટમાં સપડાય છે ત્યારે અવનવા અખતરા કરીને ખતરો પેદા કરે છે.

ધર્મ પ્રત્યેની અસમજણ અને ઓછી મહેનતે વધારે મેળવી લેવાની લાલચ ધરાવતા આ વર્ગનો લાભ લેનારા લોકોની પણ સમાજ અને ભારત જેવા દેશોમાં ખોટ નથી. તંત્ર-મંત્ર, મોક્ષ-પાપ, દાન-પુણ્યની વાતો આવે તો ભણેલો પણ ચુપ થઈ જાય. ન ભાઈ આ તો ધર્મની વાત છે. કંઈ ન કહેવાય . નેતા પણ ચુપી લઈ લે  છે કારણે કે તેને વોટની લાલચ છે.

એક પાગલ, ભુખ્યો જે  ખુલ્લા દિલે ભગવાનની ભક્તિ કરશે તેવી ભક્તિ મધ્યમ કે સુખી સંપન્ન માણસ નહીં કરી શકે. કારણ કે મધ્યમ વર્ગને વધારે મેળવવાની અને અમીરને બધું જ ખોઈ દેવાની બીક હોય છે. અને બીકના કારણે જ તે ગભરાયને પણ જરૂર પ્રમાણે ભગવાનને યાદ કરતો હોય છે.તમે ધ્યાને કોઈ પ્રખ્યાત ભગવાન ભક્તના નામ યાદ કરો. તમારી નજરની સામે શું આવે છે. અને તમને જવાબ મળી જશે. ભારતમાં જે કંઈ ભગવાનભક્ત થયા છે. તેમની માટે સમર્પણભાવ મુખ્ય રહ્યો છે. ભક્તિ સિવાય અન્ય કોઈ જવાબદારી તેમને ઉઠાવી નથી. જ્યારે મોંઘવારીનો માર લઈને જીવી રહેલો મધ્યમવર્ગ ભગવાનને યાદ કરને કંઈ જ માંગે નહીં તે અશક્ય બાબત છે. જ્યારે ગરીબોને બે ટંક ખાવાનું મળે તે જ ઈશ્વર છે. બાકી તો મંદિરોમાં તેમની જગ્યા કોઈ ખાસ દેખાતી નથી. તે માર્ગ મંદિરોના મુખ્ય દરવાજે ભીખ માંગતા કે પ્રસંગોપાત વાસણો સાફ કરતા જ નજરે પડે છે.અમીરો માટે મંદિરો જરૂર પ્રમાણે ફેશન છે. આવે એટલે તેમની ખાસ વ્યવસ્થા કદાચ ભગવાન સાથે સવારથી જ તેમની એપોઈન્ટમેન્ટ બુક થઈ હોય અથવા તો ભગવાન આ મહાનુભાવને અંગત રીતે ઓળખતા હોય તેમ બે ઘડી લાગી જાય.

હિન્દી ફિલ્મ ઓહ માય ગોડ આવી અને લોકોને પસંદ પડી. ત્યારે કેટલાંય ધર્મગુરૂઓ તેની પ્રશંસા કરી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હું એક ધર્મગુરૂ ને મળવા ગયો હતો. જોકે મારું તેમની પાસે જવાનું કારણ કંઈ અલગ હતું  અને અમે અચાનક મળી ગયા હતા. મેં તેમને આ ફિલ્મ વિશે પુછ્યું તમને આ ફિલ્મ વિશે સાંભળ્યું છે. તમે જોઈ છે ખરી ?  તેમને થોડી જ ક્ષણોમાં કહી દીધું કે ખરેખર ,આ ફિલ્મ ઘણી સરસ છે. અને મોટાભાગે આવું જ થતું હોય છે.  અને આ ફિલ્મથી સમાજે કંઈ શીખવાની જરૂર છે. અને સાથે સન્યાસી લોકોએ પણ શીખવું જોઈએ.
હું જ્યારે કોઈ પણ મોટા મંદિર જવું છું ત્યારે મારી નજર સૌથી પહેલા મંદિર કે દેવસ્થળોએ બેઠેલા ભીખારીઓ પર પડે છે. અને મને થાય કે હું સુખી સંપન્ન મધ્યમ વર્ગીય માનવી છું. બે ટંકનું ભોજન મળે છે. પરંતુ કદાચ હું આમની જગ્યાએ બેઠો હોત તો કદાચ હું ઈશ્વરને મળવાની જગ્યાએ આ પ્રકારે બે ટંકની વ્યવસ્થા ભીખ માંગીને કરવાની જરૂર પડે. પરતું હું મારું ભાગ્ય માનું કે  મારા પાછલા જન્મનો કર્મ કે મને એક સારા સુખી સંપન્ન મા-બાપ મળ્યાં અને આજે મને દરેકે દરેક પ્રાથમિક સુવિધાઓ અને સંસ્કાર અને ધર્મ મળ્યો જેથી મેં મારી જાતને સ્થાપિત કરવામાં સફળતા મેળવી.દેશનો સૌથી સુખી અને સમુદ્ધ વર્ગ મધ્યમ વર્ગ છે તો બીજા હાથે સૌથી વર્ગ આ છે. તમે કોઈ પણ મંદિર , દેવળ, ચર્ચ, મસ્જિદ ગમે ત્યાં જશો., તંત્ર –મંત્ર, ઢોંગી બાબા, ભુવા ગમે ત્યાં, આ મધ્મયવર્ગ પોતાની પીડા લઈને પહોંચી જશે. જ્યારે ગરીબ  અને અમીર તમને હમેશા ગાયબ જ દેખાશે.

ગરીબ તો ક્યારેય દેખાતો નથી. અને અમીર મજબૂરીમાં જ દેખાય છે. આવશે તો પણ વર્ષે ..અને તે પણ કોઈ ખાસ કારણસર, તમે ક્યારેય પણ જોયું છેકે દેશના બધાજ અમીરોની લાઈન એક જ મંદિરમાં એક જ દિવસે થઈ હોય. માત્ર મધ્યમવર્ગ જ એવો છે એક સ્થળે, એક સમયે હજારો, લાખોની સંખ્યામાં ભેગો થઈ જાય છે.

આજથી છ મહિના એક બાબા ટીવી પર ઘણા ચમક્યાં અને તેમણે ટાર્ગેટ ઓડીયન્સ આ જ મધ્યમવર્ગને બનાવ્યો. સામાન્યપણે તમને કોઈ મુશ્કેલી હોય તો તમે ધર્મગુરૂ કે જ્યોતિષ પાસે જવાનું પસંદ કરો છે  અને તમને તમારી મુશ્કેલીનું નિવારણ બતાવે તો તેમા હવન, જાપ, મંત્ર, ઉપવાસ જેવી અનેક કઠણ ઉપાયો બતાવે છે. અને તે સાથે ખર્ચો પણ એટલો હોય છે. મધ્યમવર્ગની આ સમસ્યાને ધ્યાને રાખી આ બાબાએ એકદમ સરળ ધરેલું ઉપાય બતાવ્યા અને લોકોને તે પસંદ પડી ગયા અને આ બાબાએ પોતાનું કરોડોનો વ્યવસ્યા શરૂ કર્યો . અને લોકોની નજરે ચઢી ગયા કારણ કે મધ્યમવર્ગના કારણે જ ધર્મનો ધંધો જોરથી ચાલી રહ્યો છે. અને જો કોઈ સંપ્રદાયમાંથી આ વર્ગ ખસી જાય તો સંપ્રદાય રાતોરાત બંધ થઈ જાય.

જો કોઈ જાણીતી સેલિબ્રિટી કોઈ એક મંદિરમાં મહિના બેથી વધારે વખત જતો થઈ જાય તો તેની પાછળ આ મધ્યમવર્ગ ચોક્કસ જાય કારણ એક જ છે. જો આ સેલિબ્રિટી આ મંદિર જાય છે તો ચોકક્સ આ જગ્યાનું દમ ઘણું વધારે છે એટલે જ તો આ ફલાણો સેલિબ્રિટી આટલો મોટો માણસ બન્યો છે.કોઈ પણ ધર્મના શાસ્ત્રનો પુરેપુરો અભ્યાસ કર્યા વગર સાંભળીને જોઈને તેનું અનુકરણ કે અનુસરણ કરવું તે અંધારામાં દોટ મુકવી બરાબર છે. તમે તમારા ધર્મ કે સંપ્રદાયના મર્મને સમજો અને અભ્યાસ કર્યા પછી તમારા ધર્મગુરૂ સાથે ચર્ચા કરો તેને સમજો. તો તમને સમજાશે કે ઈશ્વર તમારી અંદર જ છે.

દિવસે આવતો સૂરજ અને રાત્રે જાગતો ચાંદો સાક્ષાત ઈશ્વરની દેન નથી. ,,જીવ માત્ર વાયુ પર નિર્ભર છે. શું આ ઈશ્વરની દેન નથી..,,તડકા ઉભો રહીને પણ ઠંડક આપતી લીલોતરી શું ઈશ્વરની દેન નથી..,,આખુંય જીવન માતાની જેમ દૂધ આપતા આ દુધાળા પશુ શું ઈશ્વરની દેન નથી...,,તો પછી માત્ર ઓછા સમયે વધુ પામવાની ઈચ્છા ખાતર ખોટા આડંબરમાં કેમ ફસાવવું...,,આ ઈશ્વરનું એક સંતાન બીજા સંતાનનું પાલન પોષણ કરે તો ચોક્કસ ઈશ્વર તમારી અંદર હમેશા રહેશે જ અને રહેવાનો છે. તમે રોજ સવારથી સાંજ ઈશ્વરને સાક્ષાત જોવો છો પરંતુ તમારી લાલચ તમને સાચું અને સ્પષ્ટ્ર જોવા દેતી નથી. જેથી લાલચની કોઈ પણ પ્રકારની ચાદર હટાવીને ખુ્લ્લા ભાવે જોશો તો તમે કહી દેશો હા,  મે ઈશ્વરને જોયો છે.





રાકેશ પંચાલ