દેશભરમાં મોદીના વિરોધીઓ જેટલા પ્રમાણ છે. તેટલા જ પ્રમાણમાં મોદીના પ્રશંસકોની ખોટ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યા બાદ પ્રધાનમંત્રી બનશે કે કેમ તે લોકચર્ચાઓ ચાલી રહી છે. આમ હોય કે ખાસ, મોદી વિરોધી હોય કે મોદી ભક્ત, દરેક દરેક ગમે ત્યારે મોદી વિરોધી કે મોદીના સમર્થનમાં વડાપ્રધાન પદ માટે મોદીને યોગ્ય કે અયોગ્ય ઠેરવી રહ્યાં છે.
જો તમે મોદી વિરોધી વાક્ય પ્રહાર કરો તો પણ તમને નામના મળે છે અને જો મોદી સમર્થન પ્રશંસા કરો તો પણ તમે લોકનું કેન્દ્ર બની જાવ છો. જેથી સૌ કોઈ મીડિયા સમક્ષ કે સોશ્યલ મીડિયાના માધ્યમથી કંઈકને કંઈક બોલતા રહે છે. જ્યારે તેની સામે પ્રત્યક્ષ મોદીને જ્યારે કોઈ વીરલો પ્રશ્ન પુછે ત્યારે સ્વંય મોદી આ બાબતે સ્પષ્ટ્ર જવાબ આપતા નથી. ભાજપના કોઈ વરિષ્ઠ નેતાને પુછો તો જવાબ એક જ સરખો હોય છે. પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરશે પરંતુ શું નક્કી કરશે તે ભાજપમાં આવેલી ચૂંટણી પરિણામો બાદ નક્કી થશે તે સ્પષ્ટ્ર છે. આ તો થઈ સામાન્ય વાત. પરંતુ આ સમાચાર છે બાબા રામદેવનો નવો બફાટ
ગુજરાતના રાજકોટ શહેર ખાતે આવેલા યોગગુરૂ કમ પાર્ટ ટાઈમ રાજનેતા બાબા રામદેવે આજે ગુરૂવારે અગિયારમી એપ્રિલના રોજ મીડિયા સમક્ષ લોકાયુક્ત અને અન્ય મુદ્દે મોદી ભક્ત હોવાના વધુ એક વખત પુરાવા આપ્યા છે.
દેશભરમાં લોકાયુક્ત મુદ્દે છેલ્લા અનેક વર્ષોથી મોદીનો વિરોધ થઈ રહયો છે. અને અંતે મોદીના ફેવરમાં ચુકાદો આવ્યા બાદ પણ વિરોધ પક્ષની સાથે અન્ના હજારે જેવા લોકનેતા પણ આ લોકાયુક્ત બાબતે આવેલા નિર્ણયથી ખુશ નથી તેવી પરિસ્થિતિમાં બ્લેકમની સામે લડવાની નેમ લઈને યોગને પાર્ટ ટાઈમ બનાવી ફુલ ટાઈમ રાજનીતિમાં ઉતરી ચુકેલા બાબા રામેદેવે લોકાયુક્ત મુદ્દે ફરી બફાટ કર્યો જેમાં તેમણે જણાવ્યુ કે ગુજરાતનો 1986નો લોકાયુક્ત કાયદો મુખ્યમંત્રીનું ગળું ઘોટનારો હતો. એટલે તે રદ કરવામાં કોઈ ખોટું નથી. ગુજરાતનો નવો લોકાયુક્ત કાયદો વહીવટીતંત્ર સાથે સુસંગત હોવાથી સારો છે.
દિલ્હીનું સુકાન કોણ સંભાળશે કે બાબતે કહેતા બાબાએ જણાવ્યું કે અડવાણીજી ઉંમરલાયક છે અને સુષ્માજી એક મહિલા છે. અને મહિલાનું કામ જ આશિર્વાદ આપીને પુરૂષોને આગળ કરવાનું છે. તેથી ગુજરાતના મુખ્યમંત્રી મોદીને આ બન્નેના આશિર્વાદ મળશે તે બાબતે ખુલ્લો બફાટ કર્યો હતો. જોકે આ બાબતે મોટો વિવાદ સર્જાય તો નવાઈ નહી. કારણકે અત્યારસુધી ભાજપના કોઈપણ અગ્રણી કે નાના મોટા નેતા દ્રારા આ બાબતે સ્પષ્ટ્ર નિવેદનો આવ્યા નથી. તેવા સમયે મોદી ભક્ત બાબા રામદેવનું ભાજપના બહુચર્ચિત પ્રધાનમંત્રી પદ માટેની ખુલ્લી ટકોર ઘણા નેતાઓને પેટમાં દુખાવો કરશે તે ચોકક્સ છે.ભક્ત બનો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ એવા પણ અંધશ્રદ્ધાથી ભરેલા ભક્ત ન બનો કે ગણપતિજી પણ દૂધ પીવે છે તેવી માન્યતા સાથે હાથમાં ચમચી લઈને આખો દિવસ લાઈનમાં ઉભા રહો.
રાકેશ પંચાલ

