www.GraminPatrika.com: વિરોધ વચ્ચે પણ આપ્યો રોકડો જવાબ Blogger Widgets

વિરોધ વચ્ચે પણ આપ્યો રોકડો જવાબ


ભાજપ દ્રારા અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ 133મો સ્થાપના દિવસ કોંગ્રેસના ઠેર ઠેર વિરોધ વચ્ચે સંપન્ન થયો . સરદાર પટેલ સ્ટેડિયમમાંથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાનસિંહ દ્રારા સીઆઆઈમાં યોજાયેલ રાહુલ ગાંધીના ભાષણ બાદ જે કોંગ્રેસ દ્રારા વિવિધ નિવેદનો થઈ હતા. તેનો વળતો જવાબ આપી રહ્યા હોય તેવી રીતે ભાષણ થયા.

ગુજરાતભરમાં કોંગ્રેસ દ્રારા વિરોધ 

ફોટા – સિદ્ધાંત મહંત, નડિયાદ
અન્ય શહેર અને જિલ્લાની જેમ નડિયાદ શહેરમાં પણ કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન યોજાયા હતા. પરંતુ પોલીસ તંત્ર પહેલાથી જ આ વિરોધને રોકવા માટે તૈયાર બેઠું હોય તેમ જણાયું હતુ. જેથી કોંગ્રેસ કાર્યકરોને પોતાના વિરોધ સૂર મજબૂત કરે તે પહેલા પોલીસ વેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. જેનો વિરોધના રૂપે કોંગ્રસે દ્રારા અનોખો સુત્રોચ્ચાર પણ સાંભળવા મળ્યા હતા. ગુજરાત ભાજપ દ્રારા મોટા મોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યાં છે પરંતુ આમ આદમીના પાણી જેવા પ્રશ્નો સાંભળવાનો સમય મુખ્યમંત્રી પાસે છે તે વાતે કોંગ્રેસીઓ દ્રારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો.





રાકેશ પંચાલ