દેશમાં કોઈ પણ ઠેકાણે બળાત્કાર થાય તેની અસરથી દેશવાસીઓની સરકાર વિરૂદ્ધ પોતાની પતિક્રિયા અનેક વખતે આપી છે. અને ત્યારે દિલ્હી સહિત દેશભરમાં સરકાર વિરોધી વાતાવરણ પેદા થાય છે અને સરકાર થોડું કામ કરે એટલે પાછી શાંતિ છવાય જાય છે અને જ્યારે કોઈ વિકૃત માણસ પોતાની હાજરી આપે એટલે વિરોધના સુર ઉઠવા પામે છે.
જ્યારે કોઈ વિકૃત ઘટના ઘટે અને તેમાં લોકલાગણી ભળી જાય તો નેતાઓ સહિત સરકારી બાબુઓની જીભ પણ કંઈ બોલવાને લાયક રહેતી નથી અને અંત ન બોલવાનું બોલી નાંખે છે જેથી વિવાદનો જન્મ થાય તે રોજેરોજ લોકો મીડિયાના માધ્યમથી જોવે છે.
છેલ્લા અનેક દિવસોથી ગુડીયા રેપ કેસ મામલે વિરોધ ઉઠવા પામ્યો છે. ત્રણ દિવસની લાંબી નિંદ્રા બાદ દિલ્હી પુલીસ ઉઠે અને બે બળાત્કારીઓને પકડીને પ્રજા સમક્ષ લાવે છે. અને ત્યાર બાદ પણ વિરોધ થમવાનું નામ લેતો નથી . તે કારણોસર કદાચ કમિશ્નર કે નેતા કહેતા ફરે છેકે બળાત્કાર માત્ર દિલ્હીમાં જ થતો નથી અનેક રાજ્યોમાં પણ થાય છે. જ્યારે કમિશ્નર પોતાનો બચાવ કરવા માટે એક ચબરખીમાં રેપ કોણ કરે છે અને ક્યાં થાય છે તેની વિગતો મીડિયાની સમક્ષ લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે આ તો ઘરના પરિવારજનો કે જાણીતિ વ્યક્તિઓ દ્રારા મોટાભાગના બળાત્કારના કિસ્સાઓ બનતા હોય છે. જેથી બળાત્કારને થતો રોકવો અશક્ય છે. વધુમાં, કમિશ્નર સાહેબ ટકાવારી પણ બતાવી. જેમાં તેમણે કહ્યું કે નેવું ટકાથી ઉપરના કિસ્સામાં બળાત્કાર તો ઘરની જ કે સારી રીતે જાણીતી વ્યક્તિઓ દ્રારા જ થયો છે. જ્યારે અજાણી વ્યક્તિ દ્રારા બળાત્કાર થયો હોય તેવા કિસ્સાની ટકાવારી ઘણી ઓછી છે.
દેશમાં એવા પણ બળાત્કારની એવી ઘટનાઓ પણ થઈ છે જેમાં વયોવૃદ્ધ મહિલાઓ સાથે પણ બળાત્કાર થયો છે. જ્યારે કોઈ રોગ અચાનક ફાટી નીકળે અને તેની દવા આપણી પાસે ન હોય ત્યારે તુરંત જ તે બાબતે તેનું રિસર્ચ કરીને તેને ડામવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવે છે.
સમાજમાં બળાત્કાર સ્વરૂપે વધી રહેલી આ માનસિક વિકૃતિનો અભ્યાસ થવો જોઈએ. અને બળાત્કારીઓને જન્મટીપની સાથે તેમને જીવતા રાખીને તેમની ઉપર રિસર્ચ થવું જોઈએ. અને આ પ્રકારની માનસિક વિકૃતિનો ભોગ લોકો કેમ બની રહ્યા છે અને આ પ્રકારની માનસિક વિકૃત વ્યક્તિઓના કારણે કોઈક વખત બાળપણ કચળાય છે તો કોઈ વખત કોઈ સ્ત્રી પોતાની ઈજ્જત ગુમાવી બેસે છે.
રાકેશ પંચાલ

