www.GraminPatrika.com: પરિણત લોકોનો પ્રિય અનોખો કરાર Blogger Widgets

પરિણત લોકોનો પ્રિય અનોખો કરાર


ભુતકાળની બારીમાંથી 

મૈત્રી કરાર શબ્દ જ કહી જાય છે કે આ એક સ્ત્રી અને પુરૂષ વચ્ચે થતો કોઈ કરાર છે. જેમાં ખાસ શબ્દ મૈત્રી રસ જન્માવે તેવો શબ્દ છે. વાત સાચી છે. મૈત્રી કરારનો પણ જમાનો હતો. આ કરારનો જન્મ ખાસ કારણોસર થયો હતો. જે પ્રમાણે મૈત્રી કરાર ગુજરાતમાં અને ભારતમાં થતાં હતા તેમાં બે અપરિણીત વ્યક્તિઓ આવા કરાર કરતી નહોતી. હિન્દુ પરિણીત પુરુષ બીજી પત્ની કરી શકતો નથી એટલે મૈત્રી કરારની વ્યવસ્થા શોધી કાઢવામાં આવી હતી. મૈત્રીકરાર એ કાયદેસર ઉપપત્ની રાખવાનો કરાર માત્ર હતો.જોકે હાલ તેનું કોઈ અસ્તિત્વ નથી. તેમ છતાં તેના કિસ્સા જ્યારે પ્રકાશમાં આવે છે.



આ મૈત્રી કરાર હજૂ પણ લોકો કરતા નથી તેમ નથી. હજૂ પણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદો થવા પામે છે. વર્ષ 2011ના ઓક્ટોમ્બર મહિનામાં ભાવનગર શહેરમાં એક ફરિયાદ થવા પામી હતી. જૈમાં મોડી રાત્રે એક યુવક પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં હુમ્લો કરનાર ચાર શખ્સોમાંથી એક શખ્સની પુત્રીએ આ યુવક સાથે મૈત્રી કરાર કર્યો હતો. જેનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.

બીજો કિસ્સો વર્ષ 2012માં મે મહિનામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે થવા પામ્યો હતો. જેમાં દંપિત અંકલેશ્વર સાથે રહેતું હતુ. અને પતિ સુરતની એક કંપનીમાં કામ કરતો હતો. તે દરમ્યાનન સેક્રેટરી સાથે પ્રેમ સંબંધ થવા પામ્યો હતો. અને તેમણે મૈત્રી કરાર કર્યા હતા. જેમાં મૈત્રી કરાર યુવતી જ્યારે મા બની ત્યારે પહેલી પત્નીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે સવાલ તે પેદા થાય છેકે પરિણત પુરૂષ કે સ્ત્રીને મૈત્રી કરારનો સહારો લેવાની જરૂર કેમ પડતી હશે માણસ પોતાનો વાસનાને સંતોષવાનો રસ્તો શોધી જ કાઢતો  હોય છે. એક જમાનામાં મૈત્રી કરાર પુરજારે ચાલતો હતો. આજની પેઢીમાં કદાચ ચલણ  હશે કે નહીં, અથવા તો કંઈક અલગ હશે પરંતુ  વર્તમાન સમયમાં આ પ્રકારના મૈત્રી  કરાર ત્યારે ઉજાગર થાય છે જ્યારે તેની પોલીસ ફરિયાદ થવા પામે છે.





રાકેશ પંચાલ