www.GraminPatrika.com: આ છે વિકસિત ગુજરાતની સાચી ઓળખ Blogger Widgets

આ છે વિકસિત ગુજરાતની સાચી ઓળખ


 હાલ ગુજરાત તેજ ગતિએ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમાં સૌથી મહત્વનો ભાગ ઓદ્યોગિક ક્ષેત્ર ભજવી રહ્યું છે. ઉદ્યોગોને કારણે જ ગુજરાત અન્ય રાજ્યો માટે રોલ-મોડલ છે તેમ કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી. ગુજરાતના ઉદ્યોગ માંધાતાઓએ દેશ-વિદેશમાં માત્ર ગુજરાત જ નહિ પરંતુ સંગ્ર દેશ ગૌરવ લઇ શકે તેવા સોપાનો સર કાર્ય છે ત્યારે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે ઘનશ્યામભાઈનું. 

(ઈલ્યાસ ખાન પઠાણ, પત્રકાર, વાંકાનેર )

 વાંકાનેરના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ ગોવિંદરામ ઢોલરીયાને તાજેતરમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન-૨૦૧૧ એનાયત કરવામાં આવ્યો. કેન્દ્રના લઘુઉદ્યોગ મંત્રાલય દ્વારા લઘુઉદ્યોગના પ્રોત્સાહન અર્થે દર વર્ષે ઇનોવેશન એવોર્ડ અપાય છે. આ પહેલા આ ક્ષેત્રમાં જુદી-જુદી કેટેગરી પ્રમાણે પ્રથમ, દ્રિતીય અને તૃતીય એમ ત્રણ એવોર્ડ આપવામાં આવતા જયારે આ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રણાલીમાં ફેરફાર કરી દરેક કેટેગરીમાં એક જ એવોર્ડ આપવાનો નિર્ણય કરાયો હતો. તે મુજબ આ ક્ષેત્રના ઇનોવેશન એવોર્ડ-૨૦૧૧ માટે વાંકાનેરના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિક ઘનશ્યામભાઈ ઢોલરીયાની પસંદગી થઇ હતી. 



     સૌરાષ્ટ્રના નાના એવા વાંકાનેર શહેમાં આજથી ત્રણ દાયકા અગાઉ ઘનશ્યામભાઈએ ફાયર બ્રિક્સના ઉત્પાદનમાં ઝંપલાવ્યું હતું. (ફાયર બ્રિકસ રેફેક્ટ્રીઝમાં બનેલા વિશેષ પ્રકારના બ્લોકસને કહેવામાં આવે છે જે અગ્નીશોષક હોવાથી સલામતી અર્થે સ્ટીલ પ્લાન્ટ, ફર્ટીલાઈઝર, પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોમાં વપરાય છે) મૂળ અમરેલીના મોટા આંકડીયાના વતની ઘનશ્યામભાઈના પિતા ગોવિંદરામ વ્યવસાયે ખેડૂત અને ધાર્મિક માણસ એટલે ખેડૂતપુત્ર હોવા છતાં ઘનશ્યામભાઈએ સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી નોબલ રીફેક્ટરીઝ નામે ફાયર બ્રિકસ યુનિટ શરુ કર્યું ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એમની ઉદ્યોગ સાહસિકતા આકાશ આંબશે. માલની ઉચ્ચતમ ગુણવત્તા અને સ્ટાફના નાના માં નાના કર્મચારી સાથે હદયના સંબંધ તેમની યસ્વશી સિદ્ધિના જવાબદાર પરિબળો છે. ઘનશ્યામભાઈ ગર્વભેર જણાવે છે કે 'આજે મને જે કંઈ સિદ્ધિ મળી તેનો યશ હું કોઈ એક વ્યક્તિને નહિ પણ મારા સ્ટાફ અને વર્કર આપું છું. હું તેમને મારો પરિવાર જ માનું છું અને એટલે જ અમે નોબલ પરિવારની ભાવના કેળવી શક્યા છીએ.' ઉચ્ચતમ કવોલીટીનો માલ જ કસ્ટમર સુધી પહોચે તેવી નેમ ધરાવતા ઘનશ્યામભાઈનો વ્યવસાય વિદેશ સુધી ફેલાયો છે. વિદેશોમાં માલ એક્સપોર્ટ કરી દેશને હૂંડિયામણ પ્રાપ્ત કરાવવામાં યોગદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા ઉપરોક્ત એવોર્ડથી સન્માનિત કરાયા છે. 



૫ નેશનલ એવોર્ડ અને ૧૬ પુરસ્કારોથી સન્માનિત ઉદ્યોગપતિ 


     ભારત સરકારના લઘુઉદ્યોગ મંત્રાલય દ્વારા વર્ષ-૨૦૧૧ નો ઇનોવેશન એવોર્ડ મેળવનાર ઘનશ્યામભાઈ આ પહેલા પણ વર્તમાન વડાપ્રધાન મનમોહનસિંહ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને ભૈરોસિંહ શેખાવત સહિતની વરિષ્ઠ હસ્તીઓના વરદહસ્તે વિવિધ નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવાનું બહુમાન મેળવી ચુક્યા છે. ઘનશ્યામભાઈને મળેલ ૫ નેશનલ એવોર્ડની વાત કરીએ તો તેમને...

એન્ટર પ્રિનીયરશીપ એવોર્ડ-૨૦૦૧
રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એવોર્ડ-૨૦૦૩
બેસ્ટ ક્વોલીટી એવોર્ડ-૨૦૦૬
રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એવોર્ડ-૨૦૦૮ 
નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન-૨૦૧૧ 

ઉપરાંત ઘનશ્યામભાઈને ઉદ્યોગ સાહસિકતા અને માલની ઉચ્ચતમ ગુણવત્તાએ ૧૯૯૫ થી આજ સુધી અન્ય ૧૬ પુરસ્કારો અપાવ્યા છે. જેમાં ઇન્ડિયન સિરામિક સોસાયટી દ્વારા ૩ ગોલ્ડ મેડલ, ઈરમા (ઇન્ડિયન રીફેક્ટરીઝ મેકર્સ એસોશિએશન) દ્વારા ૧૦ એવોર્ડ, ગુજરાત સરકાર દ્વારા ઇનોવેશન ઇન ટેકનોલોજી ફોર ન્યુ પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ ડેવલપમેન્ટ એવોર્ડ-૨૦૧૦ અને આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન ગ્રોથ પ્રોડક્ટ એન્ડ પ્રોફિટ એવોર્ડ-૨૦૧૧, તેમજ GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી પેડાગોજીકલ એવોર્ડનો સમાવેશ થાય છે. 






રાકેશ પંચાલ