આજ સવારથી દરેકે દરેક પ્રસાર માધ્યમ દ્રારા સાંસદ નવજોત સિદ્ધુની પત્ની દ્રારા સોશ્યિલ મીડિયા પર નવજોત સિદ્ધુ અમૃતસરથી કેમ દૂર રહે છે તેનુ કારણ લખવામાં આવ્યું છે. જેથી અમૃતસરની જનતા નવજોત સિદ્ધુ પ્રત્યે કોઈ નકારાત્મક વલણ ન અપનાવે,
સોશ્યલ મીડિયામાં ભારપૂર્વક અને સ્પષ્ટ્ર લખવામાં આવ્યું છેકે નવજોત સિદ્ધુ બિગબોસ છોડીને પ્રજા અને પાર્ટીની સેવા માટે આવ્યા હતા. ઉપરાંત નવજોત સિદ્ધુએ વર્ષે દસ કરોડના કરારથી પણ દૂર રહ્યાં છે. તે પાર્ટી અને લોકો માટે કામ કરવા માંગે છે. પરંતુ તેમનું સ્થાનીય રાજનીતિ અને કેન્દ્રીય રાજનીતિમાં કંઈ મહત્વ મળ્યું નથી. તેને જોતા નવજોત સિદ્ધુ ભાજપથી નારાજ હોય તેવી લાગણી આ લખાણ અને નવજોત સિદ્ધુની પત્ની દ્રારા આપવામાં આવેલા નિવદેનોથી સ્પષ્ટ્ર થાય છે.
કેમ નવજોતસિંહ સિદ્ધુ જાતે મીડિયા સમક્ષ ન આવ્યો ?
મીડિયામાં જે પ્રમાણે નવજોતસિંહ સિદ્ધુની નારાજગી બહાર આવી છે. તે માત્ર પોતાની વાત પાર્ટી સુધી પહોંચાડવાનો પ્રયાસ માત્ર છે. અને જેવી આ વેદના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સુધી જશે એટલે ચોક્કસ પાર્ટી સિદ્ધુ સાથે વાતચીત કરશે તેવો ભરોસો નવજોતસિંહ સિદ્ધુ હશે જ અને જો તેમ પ્રમાણે નહીં થાય તો ચોક્કસ નવજોત સિદ્ધુની દશા અને દિશા અન્ય પાર્ટી તરફ વળશે તે નક્કી છે.
કેમ તેને કોઈ સ્થાન ન મળ્યું ?
નવજોત સિદ્ધુ બોલવામાં ઘણો સ્પષ્ટ્ર, તીવ્ર અને સાંભળવાલાયક છે. પરંતુ ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેને કેશુભાઈને દેશદ્રોહિ કહ્યા હતા. અને તેનાથી રાજનીતિ ઘણી ગરમાઈ ગઈ હતી. તે કારણોસર જોશમાં હોશ ઘણા જરૂરી છે. અને જ્યારે લોકસભાની વાત છે તેવા સમયે સિદ્ધુને મોટા પ્રચારથી દૂર રાખવામાં આવ્યો છે. પરંતુ સિદ્ધુની લોકપ્રિયતાની જરૂરી સમયે ઉપયોગી બને અને તેનો ઉપયોગ કરવો તે બાબતે પાર્ટી સ્પષ્ટ્ર છે તેમ જણાઈ રહ્યું છે.
સિલિબ્રિટી માત્ર ભીડ જમાવી શકે વોટ નહીં.
ભારતીય રાજનીતિમાં સિલિબ્રિટીને માત્ર ભીડ ભેગી કરવા માટેનું માધ્યમ માનવામાં આવે છે. સુનિલ દત્ત, શત્રુધ્ન સિંહા આ હિરો કમ નેતા માત્ર અપવાદ છે. બાકી અન્યના રાજનીતિ કેરિયર ઘણા સારા રહ્યાં નથી. અપ અને ડાઉન વચ્ચે તેઓ જજુમતા રહ્યાં છે અને જજુમતા રહેશે તેમા કોઈ શંકા નથી.
રાકેશ પંચાલ

