www.GraminPatrika.com: આધુનિક રાજનીતિનો બદલાતો ચહેરો Blogger Widgets

આધુનિક રાજનીતિનો બદલાતો ચહેરો


 પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ગત રોજ મંગળવાર 9મી એપ્રિલના રોજ દિલ્હી ખાતે આયોજન પંચના અધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાને મળવા પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન અમિત મિત્રા સાથે ગયા હતા. તે દરમ્યાન  ડાબેરી પક્ષો તરફી ફેડરેશનના કાર્યકર્તાઓ તે દિવસે સુદિપ્તો ગુપ્તા નામના વિધાર્થી નેતાના કોલકાતામાં નિપજેલા મરણ સામે વિરોધ કરી રહ્યાં હતા. જે દરમ્યાન આયોજન પંચ કાર્યાલયની  બહાર એકત્ર થયેલા ડાબેરી પક્ષોના કાર્યકર્તાઓ દ્રારા મંત્રી અમિત મિત્રાને ધક્કે ચડાવ્યા હતા.

 જોકે પોલીસે તંત્ર દ્રારા  અગાઉથી જણાવી દેવામાં આવ્યું હતું.  તેમણે એમની કારમાંથી નીચે ઉતરવું નહીં અને કારને સીધી આયોજન ભવનની અંદર લઈ જવી. તે છતાં બેનરજીએ દેખાવકારોની વચ્ચેથી ચાલીને મકાનની અંદર જવાનું પસંદ કર્યું હતું.

આ ઘટના બાદ મામલો મીડિયા જગત અને રાજકારણે  ચિંતા પ્રગટ કરી હતી. આ ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની તમામ મિટીંગો કેન્સલ  કરી દીધી છે. અને દિલ્હી સુરક્ષિત નથી તેમ કહીને પશ્ચિમ બંગાળ પરત જવાનું મન બનાવી લીધું હતું. ઉપરાંત આ હુમલો અગાઉથી પ્લાન હોવાની વાત કહી હતી. જોકે આ બાબતે અનેક નિવદેનો આવ્યા છે, અને આ પ્રકારનો હુમલો આધુનિક રાજનીતિમાં પહેલી વખત થયો હોવાનું પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહીને આ હુમલા બાબતે ચિંતા પ્રગટ કરી હતી.






રાકેશ પંચાલ