ટ્રેનો ઈતિહાસ દોઢસો વર્ષોથી પણ વધારે પુરાનો છે. આ સમયગાળામાં કેટલાય દેશના નક્શા બદલાયા અને તે સાથે તેમનો ઈતિહાસ પણ બદલાયો હશે, પરંતુ આજે પણ નાના બાળકોને નવાઈ પમાડે તેવી આ ટ્રેનની સફરની કહાની પણ રસપ્રદ છે. જોકે આ ટ્રેન અત્યારે વધારે ઝડપી અને સુવિધાજનક બની ગઈ છે. પરંતુ તેના પ્રત્યેનું આકર્ષણ તેટલું જ છે.
વર્ષ 1928 દરમિયાન બ્રિટનમાં ટ્રેનના એન્જિન માટે રેનહિલ નામની એક દોડ યોજાઈ હતી. આ હરિફાઈમાં ટ્રેનના એન્જિનોએ સાઈઠ કિલોમીટર સુધીનું અંતર કાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જે માટે માન્ચેસ્ટરથી લઈને લીવરપુલ સુધીનો રસ્તો નક્કી કરવામાં આવ્યો હતો. આ અંતર ઓછામાં ઓછા સમયમાં કાપવાનું હતું. આ ટ્રેનના એન્જિનોની હરિફાઈ માટે એન્જિનિયર સ્ટીફેંસે પોતાના પુત્ર રોબર્ટની સાથે મળીને એક વિશેષ પ્રકારનું રોકેટ નામનું એન્જિન બનાવ્યું હતું.
જેણે સૌથી ઓછા સમયમાં અંતર કાપીને રેનહિલ સ્પર્ધામાં વિજેતા ઘોષિત થયું હતું. છ ટન જેટલું વજન ધરાવતા રોકેટ નામના એન્જિનની સેવા બ્રિટન સરકારે થોડા સમય લીધી હતી. અને પછી તેને લંડનમાં આવેલા સાયન્સ મ્યુઝીયમમાં રાખી દેવામાં આવ્યા હતું.

હવે વાત કરીએ ભારતીય રેલ્વેની, જેના અનોખા તથ્યો છે.
* વિશ્વની સૌથી મોટી અને સૌથી વ્યસ્ત રેલ્વેમાં ભારતીય રેલ અગ્રીમ સ્થાને છે.
* દરરોજ દોઢ કરોડ મુસાફરોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતી ભારતીય રેલ દેશની જીવાદોરી સમાન છે.
* દેશમાં દરરોજ દસ લાખ ટન જેટલો માલ-સામાન લાવવા લઈ જવા માટે માલગાડીઓના થતાં ઉપયોગને જોતાં રેલ્વે, ભારતના ઉધોગો માટે પ્રાણવાયુનુ કામ કરે છે.
* દુનિયાની સૌથી વધુ કામદારો રાખતી સંસ્થા તરીકે ભારતીય રેલનો જોટો જડે તેમ નથી. તેમાં લગભગ દોઢ કરોડ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. એક પરિવારમાં પાંચ વ્યક્તિઓની સરેરાશ સંખ્યા ગણીએ તો સાડાસાત કરોડ લોકો માત્ર રેલ્વે પર ગુજરાન ચલાવી રહ્યા છે. આ વાત માત્ર કર્મચારીઓની થઈ. પરંતુ, કુલીથી માંડીને ફેરિયાઓ સુધી દેશના બીજા કરોડો લોકોની આજીવીકાનુ સાધન માત્ર રેલ્વે જ છે.
* દરરોજ 63,465 કિલોમીટર જેટલો મસમોટો રૂટ કવર કરતી વિવિધ ટ્રેનો દેશની નસોમાં રૂધીરની જેમ દોડી રહી છે. રેલ્વેની વિવિધ માલગાડીઓના અંદાજીત 2,22,379 જેટલા વેગનો છે અને પેસેન્જરટ્રેનોમાં 42,125 કોચ છે. આ આંકડા અત્યારે બદલાયા છે. જેની સંખ્યા વધારે હશે પરંતુ ઓછી નથી.
* દેશમાં દિવસદરમિયાન 14,444 ટ્રોનો દોડે છે જે પૈકીની 8702 પેસેન્જર ટ્રેનો છે. દેશમાં ટ્રેનોની શરૂઆત આજથી અંદાજે દોઢસો વર્ષ પૂર્વે થઈ હતી.
* આપણો દેશ આઝાદ થયો તે સમયે 42 વિવિધ સંસ્થા દ્વારા અલગ-અલગ ટ્રેનોનુ સંચાલન થતુ હતુ. પરંતુ 1951માં તમામનુ અધિગ્રહણ કરવામાં આવ્યુ અને સંયુક્ત ઉપક્રમ તરીકે ભારતીય રેલ્વેની શરૂઆત કરવામાં આવી હતી.
* યુદ્ધના ધોરણે વિકાસ પામેલી ભારતીય રેલ્વે દેશમાટે જ નહીં દુનિયા માટે પણ એક અજાયબી સ્વરૂપ છે.
રાકેશ પંચાલ