| લાખ્ખો ભક્તો યાત્રાધામ ખાતે પહોચશે |
જગવિખ્યાત યાત્રાધામ ખેડા જિલ્લામાં ડાકોર ખાતે આવેલા ભગવાન રણછોડરાય મંદિરમાં હોળી-ધૂળેટીના પાવન અવસર સમયે યોજાતા ત્રણ દિવયીય મેળામાં રાજાધિરાજ રણછોડરાયજીના દર્શનનો સમય જાહેર કરી દેવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ફાગણી પૂનમ 26મી માર્ચથી લઈને 28મી માર્ચ સુધી યાત્રાધામ ડાકોર ખાતે યોજાતા મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભાવિભક્તો રણછોડરાયજીના દર્શને આવે છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્રારા નગરમાં મેળાની વ્યવસ્થા સહિતની તૈયારીઓ આકરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડાકોર મંદિર કમિટીએ નિજમંદિરમાં પદયાત્રી સહિતનાં મોટીસંખ્યામં દર્શનાર્થે આવી રહેલા ભક્તો માટે શ્રીજીના દર્શનમાં કોઈ અગવડ ન વેઠવી પડે તે માટે દર્શનના સમયનું આગોતરું આયોજન ગોઠવી દીધું છે.
હોળી- ધૂળેટીના પર્વે પરિક્રમા સમગ્ર દિવસ બંધ રહેશે. 26મી માર્ચથી લઈને 27મી માર્ચ સુધી પરિક્રમા સમગ્ર દિવસ બંધ રહેશે, જ્યારે 28મી માર્ચે પરિક્રમા બપોરના સાડા ત્રણ કલાક સુધી બંધ રહેશે. ઉપરાંત 26મી માર્ચ અને 28મી માર્ચ દરમ્યાન બહારના રાજભોગ, ગાયપૂજા અને તુલા બંધ રાખવામાં આવી છે.
26મી માર્ચના રોજ આરતી અને ભોગનો સમય આ મુજબ છે. જેમાં સવારે પાંચ કલાકે મંદિર ખુલશે અને સવા પાંચ કલાકે મંગળા આરતી થશે., સાડા આઠ કલાકથી લઈ નવ વાગ્યા સુધી મહારાજશ્રી ભોગ માટે બિરાજશે.,અગિયારથી સાડા અગિયાર વાગ્યા સુધી મહારાજ રાજભોગ માટે બિરાજશે.,સાડા પાંચ કલાકથી પોણા છ વાગ્યા સુધી શ્રીજી શયનભોગ આરોગશે.,રાત્રે આઠ વાગ્યાથી લઈ પોણા નવ વાગ્યા સુધી શ્રીજી રાખડીભોગ આરોગશે.,
26મી માર્ચના રોજ દર્શનનો સમય આ મુજબ છે. જેમા સવારે મંગળા આરતી બાદ સાડા આઠ કલાક સુધી મંદિરમાં રણછોડરાયજીના દર્શન શક્ય બનશે ત્યાર બાદ નવ કલાકથી અગિયાર વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે,સાડા અગિયારથી સાડા એક વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.સાડા એક વાગ્યા પછી શ્રીજી પોઢી જશે. ત્યારબાદ પોણા ચાર વાગ્યે મંદિર ખુલશે અને ચાર કલાકે ઉથ્થાપન આરતી થશે. સાડા પાંચ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. પોણા છ વાગ્યાથી લઈ આઠ વાગ્ય સુધી દર્શ ખુલ્લા રહશે. રાત્રે પોણા નવ વાગ્યે દર્શન ખુલશે અને અનુકુળતાએ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.
ફાગણ સુદ પૂનમ , ધૂળેટી પર્વના દિવસે સવારે ચાર કલાકે નિજમંદિર ખલી સવાર ચાર કલાકે મંગળા આરતી થશે. જે દિવસે 7-40 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યાર બાદ ત્રણ ભોગ અને સવારે 8 કલાકે શ્રૃંગાર આરતી થશે. અને શ્રીજી ફૂલડોળમાં બિરાજશે. બપોરે 2 કલાકે ફુલડોળથી ઉતરશે અને 2-30 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યાર બાદ ચાર વાગ્યા સધી શ્રીજી રાજભોગ આરોગશે. ત્યાર બાદ સાડા છ કલાકે ઉથ્થાપન આરતી થશે ત્યાર બાદ રાત્રિના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. અને ત્યાર બાદ સવા આઠ કલાક સુધી શ્રીજી શયનભગ આરોગશે. અને ત્યાર બાદ સવા આઠ કલાકેથી દર્શન ખુલશે અને નિત્યક્રમાનુસાર સેવા થશે. અને ત્યાર બાદ રાખડીભોગ આરોગીને શ્રીજી અનુકુળતા અનુસાર પોઢી જશે.
28મી માર્ચના ફાગણ વદ પડવાના દિવસે સાડા પાંચ કલાકે નિજમંદિર ખુલશે અને પોણા છ વાગ્યે મંગળા આરતી થશે ત્યાર બાદ આઠથી સાડા આઠ કલાક સુધી શ્રીજી ભોગ માટે બિરાજશે. ત્યાર બાદ સાડ આઠ કલાકથી લઈને બાર વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોર બારથી પોણા બાર સુધી શ્રીજી રાજભોગ આરોગશે અને પોણા બાર વાગ્યે દર્શન ખુલશે અને અનુકૂળતાએ શ્રીજી પોઢી જશે. સાંજે ચાર વાગ્યાથી નિજમંદિર ખુલી જશે અને સવા ચાર કલાકે ઉથ્થાપન આરતી થશે. અને ત્યાર બાદ રાત્રિ દરમ્યાન શ્રીજી અનુકૂળતાએ પોઢી જશે.
રાકેશ પંચાલ
