www.GraminPatrika.com: વેપારીનો શુભસંદેશ Blogger Widgets

વેપારીનો શુભસંદેશ


વિશ્વ જળ દિન નિમિત્તે શુભ સંદેશ
22મી માર્ચનો દિવસ વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવે છે. જે દિવસે અનેક જગ્યાએ નાના-મોટા કાર્યકર્મોનું આયોજન થાય છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા વસો ગામે એક વેપારી છેલ્લા ચાર વર્ષથી વર્લ્ડ વોટર ડેના દિવસે પોતાની દુકાનની બહાર  લોકજાગૃતિના શુભ સંદેશા રાખીને જાગૃતિ ફેલાવાનો અનોખો પ્રયાસ કરી રહ્યાં છે.ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા વસો ગામે આવેલી હાર્ડવરની દુકાનદારના પ્રેરણાદાયી પહેલથી ચર્ચામાં છે. આ દુકાનદાર છેલ્લા ચાર વર્ષથી બારેમાસ ઠંડા પાણીની સેવા વિનામુલ્ય આપી રહ્યો છે. તે સાથે વર્લ્ડ વોટર ડેના દિવસે લોકોમાં પાણીની સેવા વિનામુલ્યે કરતા પ્રેરાય તે માટે વિવિધ પ્રેરણાદાયી શુભ સંદેશ રાખે છે.

દુકાનદારના જણાવ્યા અનુસાર, છેલ્લા અમુક વર્ષોથી પાણીનું વેચાણ બજારોમાં થઈ રહ્યું છે. જે માટે એક ગ્લાસ જેટલું પાણી પીવા માટે ઉનાળામાં બે રૂપિયા લોકોને આપવા પડતા હોય છે. જોકે પાણી જેવી કુદરતી વસ્તુ એ ઈશ્વરની ભેટ છે. અને તેનું સરેઆમ વ્યાપારીકરણ થાય તે યોગ્ય નથી. વર્તમાન સમયમાં પાણીની પરબો પણ ઓછી થઈ ગઈ છે.અમારા ગામમાં એક પણ પાણીની પરબ નથી. જે હતી તે વર્ષોથી બંધ થઈ છે. બજારમાં શાકની લારીવાળાઓ, ફેરીયાવાળા, મજૂરો દિવસ દરમ્યાન ફરતા હોય છે. જેથી તેમને બજારમાં મળતાં વેચાતા પાણીના પાઉચ વારંવાર ખરીદવા પડતા હોય છે. જે કારણોસર દિવસ દરમ્યાન તેમની નાનકડી આવકનો મોટોભાગ પાણીમાં જતો રહેતો હોય છે. જેથી આવા જરૂરિયાત અને તરસ્યા લોકોને ઈશ્વરીય ભેટ જેવું પાણી મફ્ત મળે અને અન્ય લોકો આ સેવા પ્રત્યે પ્રેરાય તે માટે વર્લ્ડ વોટર ડેના દિવસે આ પ્રકારે શુભ સંદેશ મુકીને ઉજવણી કરવામાં આવે છે.

વર્તમાન સમયમાં એક દિવસમાં અમારે દસ જેટલા મિનરલ વોટરના જગ ખાલી થઈ જાય છે. અને જેમ જેમ ગરમી વધશે તેમ તેમ પાણીનો વપરાશ વધી જશે. અમારી સેવાનો ઉપયોગ સ્કુલેથી ઘરે પરત જતાં શાળાના છોકરાઓ, વેપારીઓ, મજૂરો અને ફેરીયાઓ તેમજ બજારમાં ખરીદી માટે આવેલા નાગરિકો વધારે પ્રમાણમાં કરી રહ્યાં છે. અમારી આ સેવાથી અમારા ગામમાં પાણીના પાઉચ વેચાતા બંધ થઈ ગયા છે.






રાકેશ પંચાલ