આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ચાંગા ખાતે ચારૂસેટ કેમ્પસમાં આવેલી ઈન્દુકાકા ઈપ્કોવાલા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સંચાલિત કોમ્યુનીટી ક્લબ પ્રયાસ દ્રારા 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિનના ઉજવણીના ભાગરૂપે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે વિધાર્થીઓ સામાજિક જવાબદારીને સમજે તે હેતુથી સમગ્ર ચારૂસેટ કેમ્પસમાં ચકલીઓની સુવિધા માટે વૃક્ષો પર માળા લગાવામાં આવ્યા હતા.
પ્રયાસના સંચાલકોના જણાવ્યા અનુસાર, ઈન્દુકાકા ઈપ્કોવાલા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ દ્રારા કોમ્યુનીટી ક્લબ પ્રયાસની શરૂઆત વર્ષે 2012ના સપ્ટેમ્બર મહિનાથી થઈ છે. જે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ અને વિધાર્થીઓના સહયોગથી વિધાર્થીઓમાં સામાજિક જવાબદારીઓના સાચા અર્થેમાં પાઠ શીખે તેમજ સામાજિક વિકાસમાં મદદરૂપ થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. જેનો મુખ્ય હેતુ શિક્ષણ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સેતુ બંધાય અને વિધાર્થીઓ સમાજને મદદરૂપ થાય તે મુખ્ય હેતુ છે.
નેચર કેર એક્ટિવિટી અંતર્ગત આજે વિશ્વ ચકલી દિનના દિવસે વિશેષ ઉજવણી કરવામા આવી છે. જેમાં ચારુસેટ કેમ્પસના સમગ્ર વિસ્તારમાં આવેલા વૃક્ષો ઉપર ચકલી માટે માળા લગાવામાં આવ્યાં છે. માટીથી બનાવેલા સિત્તેર જેટલા માળા સમગ્ર કેમ્પસના વૃક્ષોમાં ગોઠવવામાં આવ્યા છે. જેથી લુપ્ત થઈ રહેલી ચકલી જેવા નાના પક્ષીઓ પોતાનો માળો આરામથી તેમા બનાવી શકે.વર્તમાન સમયમાં ચકલી દિને અનેક પ્રકારે ઉજવણી થાય છે. પરંતુ કડવું સત્ય તે પણ છેકે વિકાસથી કરી રહેલા સમાજમાંથી ચકલી લુપ્ત થઈ રહી છે.
રાકેશ પંચાલ