www.GraminPatrika.com: રક્ષાબંઘને પાણીના રક્ષણનો સંકલ્પ Blogger Widgets

રક્ષાબંઘને પાણીના રક્ષણનો સંકલ્પ







     ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મરીડા સીઆસીની વાલ્લા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનનો પવિત્ર પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. વાલ્લા પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશકુમારના માર્ગદર્શન હેઠળ બાળકો દ્રારા 28 ફુટ લાબી રાખડી બનાવામાં આવી હતી. જે ગામના કૂવાને બાંધીને જળદેવના રક્ષણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગામના અઠાવન ઘરોમાં ખુલ્લી રહેલી પાણીની પાઈપમાં આચાર્યએ પાણીના નળ સ્વખર્ચે ફીટ કરાવ્યા છે અને ગામના જર્જરિત કુવાનો સ્વખર્ચે જીણોદ્રાર કરાવી ગ્રામજનો અને વિધાર્થીઓને જળરક્ષણનો સંકલ્પ કરાવ્યો હતો.

  આ આકર્ષક રાખડીને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગામના જિર્ણોધ્ધાર પામેલ નવપલ્લવિત કુવાને બાંધીને જળદેવનો રક્ષણનો શકાય શુભ સંકલ્પ કરવામા આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ તથા હાજર ગ્રામજનોએ વડના પાનમાં દીર્વટ મૂકીને જળ દેવતાની આરતી ઉતારી હતી.  આ વર્ષે વરસાદના અભાવે પાણીની એક ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. તેવામાં પ્રાથમિક સ્કુલના આચાર્ય દ્રારા કરવામાં આવેલો આ પ્રયાસ પ્રેરણાદાયી છે. 


ગ્રામીણ પત્રિકા.