www.GraminPatrika.com: ખેડા ભાજપનો વિરોધ Blogger Widgets

ખેડા ભાજપનો વિરોધ


ગુજરાતભરમાં થયો વિરોધ
કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં કરાયેલા પ્રતિ લિટર રૂ. 7.50ના જંગી ભાવવધારા સામે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ગુજરાત સહિત દેશ આખામાં વિરોધ વંટોળ જાગ્યો છે અને તમામ વિપક્ષ અને નાગરિકો સંગઠનો દ્વારા આજે મુખ્ય મુખ્ય શહેરોમાં ધરણાં-દેખાવો-સૂત્રોચ્ચાર-પૂતળાદહન વગેરેના કાર્યક્રમો યોજાયા હતા. સમાજના તમામ વર્ગ દ્વારા આ જંગી ભાવવધારાને એક અવાજે વખોડી કાઢવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આજે ગુરૂવારના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ પેટ્રોલના ભાવમાં થયેલા વધારા સામે રેલી કાઢી હતી. આ રેલી ખેડા જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્રારા કાઢવામાં આવી હતી. જેમાં હાય હાયના નારા સાથે કેન્દ્ર સરકારની ભાવવધારાની નીતિનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત સમગ્ર રેલી દરમ્યાન ગાડીને ધક્કો મારીને ચલાવામાં આવી હતી.

 અમદાવાદ

અમદાવાદમાં ભાજપ, મજપા, સપા વગેરે પક્ષો દ્વારા શહેરના મુખ્ય સ્થળોએ ધરણાં દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજીને આ ભાવવધારો પાછો ખેંચી લેવાની માંગણી કરવામાં આવી હતી.

રાજકોટ

કેન્દ્રસરકાર અને પેટ્રોલ કંપની દ્વારા પેટ્રોલમાં એક લીટર દીઠ સાડા સાત રૂપિયા વધારાથી દેશભરમાં વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા પેટ્રોલના ભાવવધારા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસનાં પૂતળાંનું દહન પણ કરવામાં આવ્યું હતું.

પાર્ટીના જનરલ સેક્રેટરી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશભરમાં આક્રોશ છે અને આ જ બતાવે છે કે સરકારને હવે પ્રજાની પડી નથી. સરકાર સામે હવે લોકોએ બાંયો ચઢાવવા સિવાય કોઈ વિકલ્પ નથી અને તેને કારણે જ આજે રાજકોટમાં ભાજપ દ્વારા કોંગ્રેસનું પૂતળું બાળવું પડ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સરકાર પાંચ વર્ષ પૂરાં કરે તેવું લાગતું નથી.

ભાજપના શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી કહે છે કે ભાજપ દેશભરમાં વિરોધ કરનાર છે અને પક્ષ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે તેમાં અમે પણ રાજકોટ બંધ રખાવીશું.

દરમિયાન જયારે પૂછવા માટે આવ્યું કે શું રાજ્ય સરકાર પેટ્રોલ પરનો વેટ ઘટાડશે ? ત્યારે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલના ભાવ વધારે અને અમને ઘટાડવા કહે તે વ્યાજબી નથી. રાજ્યસરકાર ઘટાડી ઘટાડીને ૧ રૂપિયો ઘટાડી શકે છે જયારે એ લોકો સાતથી આઠ રૂપિયા ભાવ વધારે છે .






રાકેશ પંચાલ