www.GraminPatrika.com: કૂવા બની રહ્યાં છે ખતરનાક Blogger Widgets

કૂવા બની રહ્યાં છે ખતરનાક

                   ગામમાં ફેલાયો સન્નાટો
ખેડા જિલ્લાના નડિયાદતાલુકામાં દાવડા-દંતાલી પાસેના બામરોલી ગામમાં એક મહિલાનો પગ લપસી જતાં કૂવામાંપડી ગયા હતાં.  ગ્રામજનો દ્રારા મહિલાનેબચાવાની અનેક કોશિશ કરવામાં આવી હતી તેમ છતાં મહિલાનો જીવ બચી શક્યો ન હતો. જેથીસમગ્ર પંથકમાં આ ઘટનાની શોક વ્યાપી જવા પામ્યો છે. તા. 3મે ગુરુવારના રોજસવારે આઠ વાગ્યે નડિયાદ તાલુકાના બામરોલી ગામના કૂવામાં પાણીમાં ભરવા ગયેલા 37વર્ષના ભાવનાબેન ડાભીનો પગ લપસી જતાં કૂવામાં પડી ગયા હતા જે કારણોસર કૂવામાં ડૂબીજતાં તેમનું મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાની જાણ થતાં સમગ ગ્રામજનો એકઠા થઈ ગયાહતા. સત્વરે ફાયરબ્રિગેડને ફોન કરીને બોલાવામાં આવી હતી. જોકે ફાયરબ્રિગેડ પહોંચીતે પહેલા મહિલાએ તેનો જીવ ગુમાવી દીધો હતો. મૃતકના શરીરને બપોર બાર વાગ્યે બહારકાઢવામાં સફળતા મળી હતી.


આ  ઘટના ની જાણ થતાં જ ફાયર બ્રિગેડના તમામ સ્ટાફસહિત ફાયર ચીફ ઓફિસર આર.આર શર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત આ કરૂણઘટનાની જાણ થતાં આસપાસના સરપંચો પણ પહોંચી ગયા હતા. આ ઘટનાથી ગામમાં શોકની લાગણીવ્યાપી જવા પામી છે. 
લોકોના મતે કૂવો ખતરનાક બનીગયો છે. આસપાસ કોઈ પ્રકારની સુરક્ષા  માટેસળીયા રાખવામાં આવ્યા નથી. ઉપરાંત પાણી ભરવા માટે કૂવાની ઉપર ચઢીને દોરડું  કૂવામાં ફેકવામાં આવે છે. જેથી વધારે પડતાંનીચા નમી જવાથી પડી જવાનો ભય રહે છે. ઉપરાંત કૂવો વર્ષોથી ખુલ્લી  અવસ્થામાં છે.







રાકેશ પંચાલ