www.GraminPatrika.com: 2012 ઓડને રહેશે યાદ Blogger Widgets

2012 ઓડને રહેશે યાદ


આજે  4માર્ચ શુક્રવારના રોજઆણંદમાં  જીટોડિયા ચોકડી પાસે  આવેલ જીલ્લા ન્યાયલય ખાતે  2002માં થયેલા ઓડ હત્યાકાંડ મામલે આરોપીઓને સજાસંભળાવામાં આવી હતી. 1 માર્ચ 2002ના રોજ ઓડ ગામના મલાવ ભાગોળ વિસ્તારમાં ત્રણલોકોને બપોરે એક વાગ્યાની આસપાસ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં. આ મામલે 41 લોકોઆરોપી બન્યાં હતાં. જેમાં એક વ્યક્તિનું ત્રણ મહિના અગાઉ સુનાવણી દરમ્યાન મોતનિપજ્યું છે. જેથી આજે જિલ્લા ન્યાયલય દ્રારા 9 લોકોને 302ની કલમ હેઠળ આજીવન કેદઅને 1 આરોપીને આઈપીસી કલમ 323 હેઠળ છ મહિનાની અને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યોછે. જ્યારે અન્ય  17 લોકોને નિર્દોષ અને 13લોકોને શંકાનો લાભ  આપીને  છોડી મુકવામાં આવ્યા છે.

 કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત  સવારથી કોર્ટ પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવીદેવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓના પરિવારજનોને કોર્ટ પરિસરથી દૂર રાખવામાં આવ્યાહતાં. ઉપરાંત મીડિયાને ફોટા , રેકોર્ડીંગથી દૂર રાખવામાં આવ્યા હતા. મીડીયા માટેકોર્ટ પરિસરના ખુણામાં અલગથી બેસવાની વ્યવસથા કરવામાં આવી હતી. કોર્ટ પરિસરની બહારઅને કોર્ટ બિલ્ડીંગમાં પ્રવેશતા પહેલા  ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. સવારથી જ તંત્રસજાગ દેખાઈ રહ્યું હતું. આ વખતે ખાસ મહિલા પોલીસને ગોઠવામાં આવી હતી.  ઉલ્લેખનીય છેકે  9 એપ્રિલનાં રોજ 23 આરોપીઓને દોષીત જાહેર કર્યાહતા. અને  તે ચુકાદામાં 23 દોષીતો પૈકી18ને આજીવન કેદ અને પાંચ દોષીતોને સાત-સાત વર્ષની કેદની સજા ફટકારી હતી જેથી કોર્ટપરિસરમાં મહિલાઓ દ્રારા ભારે હોબાળો થયો હતો. જેથી કોર્ટ પરિસરનું વાતાવરણ તંગ બનીજવા પામ્યું હતું.
કોર્ટ પરિસર ચિંતામગ્ન દેખાયું

ઓડ ગામના કેટલાંય પરિવારના સદસ્યો અમેરિકામાં વસે છે.વિદેશમાં રહેતાં પરિવારના સદસ્યોને ફોન દ્રારા કોર્ટ પરિસરમાં થઈ રહેલી હલચલનીમાહિતી આપવા માટે સતત ફોનનો વપરાશ કરતાં લોકો  નજરે દેખાયાં હતાં.

 સતત કોર્ટ પરિસરનીબહાર ઉભા રહેલા આરોપીઓના પરિવારજનો સવારથી ચુકાદાની રહા જોઈને બેસી રહ્યાં હતા.  પોતાના પાડોશીની જાણકારી માટે આવેલ ધવલ પટેલનનામતે આ વખતે ગામમાંથી મહિલાઓ આવી નથી. ગત રાત્રે ગામના આગેવાનો દ્રારા મહિલાઓનેકોર્ટમાં આવવાની મનાઈ ફરવામાં આવી છે. જેથી ઓડ ગામમાંથી અંદાજે 250 જેટલા પુરૂષો જ આવ્યાં છે. જે સવારથી કોર્ટ પરિસરની બહારચુકાદાની રાહ જોઈ રહ્યાં છે. જોકે આ વખતે ચુકાદા આવ્યો બાદ કોઈ પણ પ્રકારનો હોબાળોકરવામાં ન આવે તે પ્રકારનો નિર્ણય સર્વસંમતિથી કરવામાં આવ્યો છે. આ ઉપરાતં કોર્ટદ્રારા આ મામલે ચુકાદો આવી ગયા બાદ શનિવારના રોજ ઓડ ગામ બંધ રાખવામાં આવશે તેમ પણ સર્વસંમતિથી જાહેર થયું છે..

બચાવ પક્ષના વકીલ સી.કે પટેલના  મતે આ મામલે 67 સાક્ષીઓ અને 106 પુરાવા રજૂકરવામાં આવ્યાં હતા. જેમાં મેડીકલ પુરાવાનો અભાવ જણાયો હતો. જોકે કોર્ટે 120(b) અંતર્ગત આ ઘટનાને પુર્વનિયોજીત કાવતરૂ ગણાવ્યુંછે. જેમાં 9 લોકોને આજીવન કેદ અને એક આરોપીને 323 અંતર્ગત (મારપીટ) છ મહિનાની સજાઅને પાંચસો રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. જ્યારે 41 આરોપીઓમાંથી 17 લોકોને નિર્દોષઅને 13 લોકોને શંકાનો લાભ મળ્યો છે. જ્યારે એક આરોપીનું ત્રણ મહિના અગાઉ સુનાવણીદરમ્યાન મૃત્યુ થયું છે. જોકે સજા પામેલ વ્યક્તિઓના પરિવારજનો સાથે આ મામલે ચર્ચાકર્યા બાદ  ગુજરાત હાઈકોર્ટમાં અપીલકરવામાં આવશે.

2002ના કારણે 2012માં જીવન બદલાયું

2002માં ફાટી નીકળેલા કોમી રમખાણોની અસર ઓડ ગામમાં 2012માં  થઈ હોય તેમ લોકો કહી રહ્યાં છે..ઓડ ગામમાં 1માર્ચના રોજ અનેક ઠેકાણે કોમી રમખાણો થયા હતા. જેમાં  પીરાવાલી ભાગોળ, મલાવ ભાગોળમાં થયેલા હત્યાકાંડનોચુકાદો આ વર્ષ 2012માં આવ્યો છે. વર્ષ 2012માં ઓડ ગામમાંથી અત્યાર સુધીમાં 27 લોકોને આજીવન કેદ, 5 લોકને સાત વર્ષની સજા, અને એક વ્યક્તિને 6 મહિનાનીસજા થઈ છે. કોર્ટ પરિસરમાં પોતાના ભાઈની જાણકારી લેવા માટે આવેલા રમેશ પટેલના મતેહવે ઓડ ગામમાં અનેક પરિવારોમાં ઘરનો મુખ્ય માણસ જેલ ભેગો થઈ ગયો છે.  લોકો પાસે ખેતર છે પણ ખેતી કરનાર માણસ જેલમાંછે. જેથી  અનેક પરિવારોમાં યુવાન છોકરાઓનેપોતાના અભ્યાસની સાથે ખેતી કરવાની વારી આવે છે. દરેક ફળિયામાંથી કોઈ  એક માણસ જેલમાં છે. ગામમાં શોકની લાગણી છે. 






રાકેશ પંચાલ