![]() |
| ફળ વિતરણ કરી રાજીવ ગાંધીને યાદ કર્યા |
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં આજે 21મી મેના રોજ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્રારા નડિયાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે ફળ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના યુવા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસની યુવા બ્રિગેડ ભારે સંખ્યામાં હાજર રહી હતી. જેમાં ખેડા લોકસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેશ ઝાલા, નડિયાદ યુવક કોંગ્રેસના પ્રમુખ ગોકુલ શાહ, કોંગ્રેસ આઈટી સેલના ખેડા જીલ્લાના પ્રમુખ અનુજ પટેલ અને ખેડા જીલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી ખુશ્બુ પટેલ ઉપરાંત અનેક યુવા કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાતમાં આ દિવસે રાજીવ ગાંધીની યાદમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પણ આ પ્રકારે ફળ વિતરણ કરીને પોતાના લાડલી નેતા રાજીવ ગાંધીને યાદ કર્યા હતા
નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે ફળ વિતરણ કરવામાં આવતાં લોકોમાં ખુશી લાગણી વ્યાપી હતી. પરંતુ આ દિવસે રાજીવ ગાંધી જેવા યુવ પુરૂષને યાદ કરવાનું પણ ભૂલ્યાં ન હતા.તેમ ખેડા જિલ્લા આઈટી સેલના પ્રમુખ અનુજ પટેલે જણાવ્યું હતું.
રાકેશ પંચાલ

