www.GraminPatrika.com: આણંદમાં વોલમાર્ટ Blogger Widgets

આણંદમાં વોલમાર્ટ

ગુજરાતનો પહેલો વોલમાર્ટ  

                                                                  દેશભરમાં વોલમાર્ટના બેસ્ટ પ્રાઈઝ મોર્ડન હોલસેલ સ્ટોર કાર્યરત છે. જેમાં અત્યાર સુધી ગુજરાતમાં એકપણ વોલમાર્ટ સ્ટોર ખુલ્યો નથી. પરંતુ ભારતી વોલમાર્ટ ગુજરાતમાં બેસ્ટ પ્રાઈઝ મોર્ડન વોલમાર્ટ ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે.

ગુજરાતમાં પહેલો હોલસેલ ભારતી વોલમાર્ટ સ્ટોર આણંદ ખાતે શરૂ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ-સોજીત્રા રોડ ખાતે ત્રણ એકર જમીનમાં પચાસ હજાર સ્કેવર ફૂટનો ભારતી વોલમાર્ટનો મોલ બની રહ્યો છે.

જેની બાંધકામની શરૂઆત માર્ચ મહિનાથી થઈ હતી. અને જુલાઈ મહિનાના અંત ભાગમાં આ મોલનું બાધકામ પૂર્ણ થઈ જાય તેવી માહિતી મળી છે. વર્ષ 2007માં વોલમાર્ટ દ્રારા ભારતી એન્ટરપ્રાઈઝ સાથે વેન્ચર શરૂ કરવામાં આવ્યું હતું.

આ જોઈન્ટ વેન્ચર મારફતે સમગ્ર ભારતમાં ભારતી વોલમાર્ટ દ્રારા બેસ્ટ પ્રાઈઝ મોર્ડન હોલસેલ વોલમાર્ટ સ્ટોર શરૂ કરવામાં આવ્યાં છે. આ જોઈન્ટ વેન્ચર હોલસેલ કેશ એન્ડ કેરી અને બેક એન્ડ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ ઓપરેશન ઈન્ડિયામાં ચલાવે છે.


વર્ષ 2009માં પહેલો બેસ્ટ પ્રાઈઝ મોર્ડન હોલસેલ મોલ શરૂ થયો હતો. જેમાં ભારતમાં સૌથી પહેલો સ્ટોર આંધ્રપદેશમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતી વોલમાર્ટ પ્રાઈવેટ લીમીટેડ વર્ષ 2012માં બીજા નવા બાર જેટલા નવા બેસ્ટ પ્રાઈઝ મોર્ડન હોલસેલ સ્ટોર્સ ખોલવાની યોજના છે.

જે માટે ભારતના સાઉથ અને વેસ્ટ રાજ્યોની પસંદગી કરવામાં આવી છે. આણંદ પછી ભારતી વોલમાર્ટ અમદાવાદ શહેરમાં દાખલ થશે. જે માટે અમદાવાદ- બગોદરા હાઈ-વેની પસંદગી થાય તેવી શક્યતાઓ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ ખાતે શરૂ થઈ રહેલા ભારતી વોલમાર્ટ સ્ટોર માટે વિદ્યાનગરની અમુક કોલેજમાં એમબીએ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં. જેમાં વીસ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થઈ જવા પામી છે.

વોલમાર્ટ અંગે અગાઉ ઉઠેલા વિવાદ

ગુજરાતના મુખ્યમંત્રી મોદી દ્રારા વર્ષ 2007માં વોલમાર્ટના સપ્લાય ચેઇનના ડાયરેક્ટર ટેક હુફ્મેરનને ખાસ અતિથિ તરીકે આમંત્રિત કરીને વોલમાર્ટને ગુજરાતમાં મુડી રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

આ ઉપરાંત વર્ષ 2011ના ડિસેમ્બર મહિનામાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં મોદીએ એફડીઆઈ અંગે વલણ સ્પષ્ટ કર્યું હતું જેમાં તેમણે ઓર્ગેનાઈઝ્ડ રિટેલની તરફેણ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ‘વોલમાર્ટ’ પેટર્નથી નહીં પરંતુ ‘અમૂલ’ પેટર્નથી તેનો અમલ કરવા માંગે છે. આ બન્ને બાબતે વિપક્ષે ગુજરાતમાં ભાજપ સરકારની ટીકા કરી હતી.

     રાકેશ પંચાલ