![]() |
| સબંધો વટાવીને માતૃત્વ જીત્યું |
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલ વ્હોરાવાડ વિસ્તારમાં રહેતા ઝુબેદાબેન ત્યાગ અને પ્રેમનું ઉદાહરણ બની ગયાં છે. તેમની ભત્રીજી શાહિસ્તાએ જન્મથી માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ઉપરાંત શાહિસ્તા જન્મથી વિકલાંગ હતી. જેની જવાબદારી ઝુબેદાબેનના માથે આવી ગઈ હતી. જેનો સ્વીકાર કરીને ઝુબેદાબેન શાહિસ્તાનો દિકરીને જેમ ઉછેર કર્યો અને પોતે કોઈ સંતાનને જન્મ ન આપ્યો.
માતૃત્વમાં કોઈ ખોટ ન રહે તે રીતે પોતાની ભત્રીજી શાહિસ્તાનો ઉછેર કરવામાં ઝુબેદાબેને કોઈ ઉણપ રાખી નથી. એફ.વાય બી.કોમમાં અભ્યાસ કરી રહેલા શાહિસ્તા જન્મથી 90 ટકા વિકલાંગ છે અને તેની ઊંચાઈ 30 ઈંચની છે. જેથી શરૂઆતમાં ઝુબેદાબેનને ઘણી ચિંતા થતી હતી. શાહિસ્તાની જીંદગી સામાન્ય છોકરીઓ જેવી નથી. જેથી ઝુબેદાબેન તેની ખાસ કાળજી લેવી પડે છે. જોકે વિકલાંગતાને અભિશાપ ગણતાં ઝુબેદાબેન શાહિસ્તાને મક્કમ અને પગભેર બનાવા માંગે છે.
ઝુબેદાબેનના મતે શાહિસ્તા તેની પાછળની જીંદગીમાં પગભરે જીવી શકે તે હેતુસર નાનપણથી તેના ભણતર પ્રત્યે હું સજાગ રહી છું. તે બી.કોમનો અભ્યાસ કરી રહી છે. અને ભવિષ્યમાં સી.એ બને તેવી આશા છે. નાનપણમાં શાહિસ્તા સાઈકલ ચલાવી શકે તેમ ન હતી. જે કારણોસર હું પોતે તેને કેડમાં ઊંચકીને સ્કૂલે લઈ જતી હતી. તે વખતે અનેક લોકો કહેતા વિકલાંગ છોકરીને ભણાવીને શું મળશે જેથી મને ઘણું દુખ થતું. પરંતુ હવે શાહિસ્તા બીજી છોકરીઓથી અલગ તરી આવે છે. તેનું ભણતર દેખાઈ આવે છે તે જોઈને મને ગર્વ થાય છે. અને પોતે સી.એ બનીને સારી જગ્યાએ કામ કરે તેવી ઈચ્છા છે.
માત્ર 30 ઈંચની ઊંચાઈ ધરાવનાર શાહિસ્તાને ફોઈના સ્વરૂપમાં મળી છે. જેને કોઈ બાબતે ખોટ નથી તેમ જણાવી રહી છે. પડોશીઓના મતે જોકે શાહિસ્તા અને ઝુબેદાબેન સંબંધે ફોઈ અને ભત્રીજી થાય છે. પરંતુ તેમનામાં એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી જોઈને તેઓ માં-દિકરી જેવા જ લાગે છે. ઝુબેદાબેને સિલાઈ કામ કરીને શાહિસ્તાનો ઉછેર કર્યો છે. શાહિસ્તાને ભણતરમાં કોઈ ખોટ ન આવે તે કારણોસર દિવસ દરમ્યાન અનેક પ્રકારના કામ કરે તે દરેક માટે માતૃત્વનું ઉદાહરણ બની ગયા છે.
રાકેશ પંચાલ

