www.GraminPatrika.com: આણંદ પ્રથમ છતાં ચિંતા Blogger Widgets

આણંદ પ્રથમ છતાં ચિંતા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા માર્ચ 2012માં લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું અને એપ્રિલ 2012માં લેવામાં આવેલી ગુજકેટનું પરિણામ આજે 10મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે વિધાર્થીઓને  ઓનલાઈન પરિણામ જાણવા માટે ખાસ વ્યવસથા કરવામાં આવી છે. જેમાં મેઈલ,એસએમએસ,લેન્ડલાઈન અને મોબાઈલ જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને વિધાર્થીઓ બાર સાયન્સ અને ગુજકેટની પરીક્ષાના પરિણામ જાણી શકે તેમ છે. ગુજરાતમાં વિધાર્થીઓ અને વાલીઓમાં પરિણામ લઈને ઉત્સાહ છે તો ચરોતરમાં સતત ત્રણ વર્ષથી ધોરણ બાર વિજ્ઞાનપ્રવાહમાં ટકાવારી ઘટી રહી હોવાથી વિધાર્થીઓ સહિત વાલીઓ ચિંતામાં દેખાઈ રહ્યાં હતાં . જોકે આ વખતે સમગ્ર રાજ્યમાં બાર વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 67.70 ટકા રહ્યું છે. જેમાં આણંદ જિલ્લામાં 86.33 ટકા પરિણામ આવ્યું છે. જે  અન્ય જીલ્લાની સરખામણીમાં વધારે આવ્યું છે. પરંતુ  આ વર્ષે આણંદ જિલ્લામાં બાર વિજ્ઞાનપ્રવાહની  આવેલી 86.33 ટકાવારી  ગત વર્ષ કરતાં વધારે છે. ગત વર્ષે  ખેડા અને આણંદ જિલ્લામાં ટકાવારી 2010,2009ની સરખામણીમાં ઘટી હતી. પરંતુ આ વખતે ટાકવારીમાં વધારો થવા પામ્યો છે.

ઘટતી ટકાવારી ચરોતરની ચિંતા

છેલ્લા ત્રણ વર્ષમાં આણંદ અને ખેડા જિલ્લામાં પાસીગ ટકાવારી સતત ઘટવા પામી છે. આણંદ અને ખેડા જિલ્લામાં બન્ને જિલ્લામાં ગત વર્ષે અનુક્રમે 59.90 અને 69.16 ટકા પરિણામ આવ્યું હતું .જે અગાઉના વર્ષ 2010 અને 2009માં આવેલ પરિણામ કરતા ઓછું હતું. 2009માં બાર સાયન્સની ટકાવારી આણંદ જિલ્લામાં 86.16 અને ખેડા જિલ્લામાં 73.54 ટકા જ્યારે 2010માં બાર સાયન્સમાં આણંદ જિલ્લા માટે 90.57 અને ખેડા જિલ્લા માટે 75.67 ટકા રહી હતી.  જે બતાવે છે કે સતત ત્રણ વર્ષથી ખેડા-આણંદ જિલ્લામાં બાર સાયન્સપ્રવાહમાં પરિણામની  ટકાવારી ઘટી રહી  છે. આ વર્ષે ખેડા જિલ્લામાંથી બાર વિજ્ઞાનપ્રવાહમાં 3019 વિધાર્થીઓ બેઠા હતાં. જ્યારે આણંદ જિલ્લામાંથી બાર વિજ્ઞાનપ્રવાહમાં 5105 વિધાર્થીઓ પરીક્ષામાં બેઠા હતાં
સ્કુલ દ્રારા કેવી વ્યવસથા
આજે સવારથી ચરોતરની સ્કુલો દ્રારા ઈન્ટરનેટ દ્રારા વિધાર્થીઓ પરિણામ જોઈ શકે તે માટે ખાસ વ્યવસથા કરવામાં આવી છે. જેમાં નડિયાદમાં આવેલી જીવન વિકાસ સ્કૂલમાં ઈન્ટરનેટના માધ્યમથી પરિણામ જોવા માટે વિધાર્થીઓ સ્કૂલની મદદ લઈ રહ્યાં છે. જીવન વિકાસ સ્કૂલના આચાર્ચ મીરાબેન વાધેલાના મતે આ વર્ષે 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં ગણિત વિષયનું પેપર બોર્ડની પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષામાં ભારે હતાં આ ઉપરાંત પ્રશ્નપત્રોમાં પણ ભુલો હોવાની વાત બહાર આવી હતી. જેથી આ વખતે ગણિત વિષયમાં માર્ક સારા આવે તેવી અપેક્ષા ઓછી છે. જ્યારે અન્ય વિષયોમાં વિધાર્થીઓ સારા ગુણ લાવશે તેવી આશા છે.  જેથી આ વર્ષે ટકાવારી  છે. જે ગત વર્ષ કરતાં થોડી ઓછી જોવા મળી છે.    
કેવી રીતે જાણી શકો પરિણામ
વેબસાઈટ મારફતે પરિણામ જાણવા માટે www.gseb.org, www.indiaresult.net, www.gipl.net  નો ઉપયોગ કરી શકો છો. ઈ-મેલ મારફતે પરિણામ જાણવા માટે www.gipl.net વેબસાઈટમાં લોગઈન કરી રજીસ્ટર કરાવીને ઈ-મેઈલ પરિણામ દ્રારા મેળવી શકાય તેવી વ્યવસથા છે. મોબાઈલ એસએમએસ મારફતે પરિણામ જાણવા માટે 50111 ઉપર hsc seatnumber”  ટાઈપ કરીને બાર સાયન્સનું પરિણામ જાઈ શકો છો અને ગુજકેટનું પરિણામ જાણવા માટે 50111 નંબર ઉપર “ gujcet seatnumber” ટાઈપ કરીને એસએમએસ કરી શકો છો. આ ઉપરાંત ગુજરાત કોલ સેન્ટર 18000-233-5500, ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરીને પણ પરિણામ જાણી શકાય તેવી વ્યવસથા કરવામાં આવી છે. જોકે માર્કશીટ 14 મેના રોજ આપવામાં આવશે.

ઈન્ટરનેટ કાફેમાં વિધાર્થીઓનો ધસારો
આજે સવારના નવ વાગ્યાથી વિધાર્થીઓ ઈન્ટરનેટ કાફેમાં પોતાનું  પરિણામ ઓનલાઈન જોવા માટે પહોંચી ગયા હતા. પોતાનું ઓનલાઈન પરિણામ જોવા આવેલ વિધાર્થી રમેશ પારેખના મતે સવારથી ઈન્ટરનેટ કાફે ખુલ્લે તેની રાહ જોઈ રહ્યો હતો. જેથી હું મારા પરિણામની પ્રિન્ટ આઉટ લઈને મારા પરિવારજનોને બતાવી શકાય. જ્યારે ઈન્ટરનેટ કાફે માલિકના મતે આજે દિવસ દરમ્યાન વિધાર્થીઓ વધુ પ્રમાણમાં આવવાની શક્યતા છે. તેઓ મોટભાગે પરિણામની પ્રિન્ટ આઉટ લેવા માટે આવતા હોય છે.






રાકેશ પંચાલ