![]() |
| વિધાર્થિનીએ નારાજગી વ્યક્ત કરી |
આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારંભ યોજાયો હતો. 9મે, બુધવારના રોજ યોજાયેલ પદવીદાન સમારંભમાં એક વાલી દ્વારા ડેન્ટલ વિભાગના ડીન ઉપર લાગવગશાહીનો આક્ષેપ કરાતાં વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.પદવીદાન સમારંભમાં 1500થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારંભમાં ડીડીયુના મેનેજીંગ ટ્રસ્ટ્રી ડૉ.એન.ડી.દેસાઈ પ્રમુખપદે ઉપસ્થિત હતાં. આ ઉપરાંત વાઈસ ચાન્સેલર ડૉ. એચ.એમ. દેસાઈ અને રજીસ્ટ્રાર પ્રો. એમ.આર.ભાવસાર તેમજ વિવિધ વિધાશાખાઓના ડીન ઉપસ્થિત રહ્યાં હતાં. પરંતુ અચાનક એક વાલી દ્વારા ડેન્ટલ વિભાગના ડીન ઉપર લાગવગશાહીનો આક્ષેપ કરાતાં વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. જોકે આ બાબતે તપાસ થાય તેમ લોકો માંગ કરી રહ્યાં છે.
અડાલજના પ્રવિણભાઈ ભીખાભાઈ પાનસુરીયાની દીકરી તોરલ પાનસુરીયા ધર્મસિંહ દેસાઈ યુનનિવર્સિટીમાં ચાલી રહેલા ચાર વર્ષનો બીડીએસ (ડેન્ટલ સાયન્સ) અભ્યાસ કરતી હતી. જેમાં તેની સાથે ડેન્ટલ વિભાગના ડીન બી.એસ.જથલની દીકરી યેસા જથલ પણ તેની સાથે અભ્યાસ કરતી હતી. જેમાં છેલ્લા વર્ષમાં ડીનની દીકરીનો પ્રથમ ક્રમ આવે તે હેતુથી ડીન દ્વારા લાગવગ કરવામાં આવી હતી. અને જેથી છેલ્લા વર્ષમાં ડીનની દિકરી પ્રથમ ક્રમે આવ્યો છે.પદવીદાન સમારંભમાં ડીન પોતાની દીકરીને ગોલ્ડ મેડલ મળે તેવી ઈચ્છા સેવી રહ્યાં હતા. જેથી છેલ્લા વર્ષે લાગવગશાહી ચલાવવામાં આવી હતી. અને જેમાં અનેક વિદ્યાર્થીઓનો હક છીનવાઈ ગયો છે. મળતી વિગત પ્રમાણે બીડીએસની છેલ્લા વર્ષની પરીક્ષામાં તોરલ પાનસુરીયા અને યેસા જથલે મેળવેલા કુલ ગુણના સરવાળામાં માત્ર 38 અંકનો તફાવત છે. જોકે આ બાબતે અન્ય વાલીઓ તપાસ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.જોકે યુનિવર્સિટી આ મામલાને અશક્ય બાબત ગણાવી રહી છે.

