હુકાથી હુક્કાબારનો ઈતિહાસ
તમાકુનું વિવિધ રીતે સેવન થતું હોયછે. ગ્રામીણ ક્ષેત્રમાં પહેલાના સમયમાં તમાકુનં સેવન પુરૂષો હુકા દ્રારા અને સ્રીઓછીંકણી દ્રારા કરતી હતી. પરંતુ જે વખતથી સિગરેટ અને ગુટખા બજારમાં આવ્યાં ત્યારબાદ મોટે ભાગે પુરૂષો સિગરેટ અને તમાકુનીતૈયાર પડીકી તરફ વળ્યાં અને સ્ત્રીઓ છીંકણીની જગ્યાએ ગુટખા ખાતી જોવા મળે છે. મુગલ સામાજ્યમાંઉમરાવો દ્રારા આન-બાન-શાન માટે પીવાતો હુકો કાળક્રમે ગ્રામીણ જનજીવનમાં આવ્યો અનેતમાકુનું સેવન અસ્તિત્વમાં આવ્યું હતું પરંતુ આઝાદી બાદ તમાકુના સેવન માટે ઉપયોગમાં લેવાતો હુકાનો વપરાશ ગામડાંઓમાં ઘટી ગયો છે. જ્યારે શહેરોમાં મોજ-મસ્તીને પ્રતિષ્ઠા માટે હુકા પત્યેનો ક્રેઝ વધી રહ્યો છે. હૂકાની શોધનીકોઈ ચોક્કસ તારીખ કે સ્થળ નથી. પરંતુ માનવામાં આવે છેકે પર્સિયન ચિકિત્સક હકિમઅબુલ ગિલાનએ તેને શોધ્યો હતો. જે મુધલ સમ્રાટ અકબર પહેલાના દરબારી હતાં.યુરોપમાંથી ભારતમાં તમાકુનો પ્રવેશ થયા બાદ પર્સિયન ચિકિત્સક હકિમ અબુલ ગિલાનીનાવંશજ હકિમ અબુલ ફતેહ ગિલાની મુઘલ દરબારના ચિકિત્સક બન્યા ત્યારે તેમણે ભારતીય ઉમરાવોમાંતમાકુનું ધુમ્રપાન લોકપ્રિય થઈ રહ્યું હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી તેમણે ધુમાડોપાણીમાં પસાર થઈને ગાળવાની એક વ્યવસ્થા શોધી કાઢી હતી તેમ માનવામાં આવે છે. ઉમરાવોમાંલોકપ્રિયતાના પગલે ધુમ્રપાનનું આ નવું સાધન અમીરશાહી અને લોકવર્ગમાં પ્રતિષ્ઠાનાપ્રતિકસમું બની ગયું.
હૂકાના વપરાશકારો માને છેકે હૂકો શરીરમાટે સારો હોય છે. પરંતુ આ માન્યતા ખોટી છે. હૂકો સિગરેટ કરતાં ઓછો જોખમકારક નથી.હૂકાનો ધુમાડો પાણીમાંથી પસાર થતો હોવાથી ઓછી બળતરાવાળો થાય છે. જેથી હૂકોપીનારાને સલામતીની ખોટી લાગણી થાય છે. પરંતુ મેયો ક્લિનિક સહિતની સંસ્થાઓનાતબીબોના મતે હૂકાનો ઉપયોગ સિગરેટ પીવા જેટલો હાનિકારક છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાઅભ્યાસમાં પણ આ વાતને સમર્થન મળ્યું છે.
મુઘલ શાસન વખતે હૂકો ઘણો લોકપ્રિય હતો .તેવખતે ધનવાન અને જમીનદાર વર્ગ હૂકો પીતો હતો અને જે વખતે પ્રતિષ્ઠાની બાબત હતી. આજના સમયે હૂકોયુવાનોમાં લોકપ્રિય બની રહ્યો છે.આજના સમયમાં હુકાને વિવિધ હુક્કાબાર અનેરેસ્ટોરન્ટ્સમાં પીરસવામાં આવે છે. જેમાં ટોબેકો-મોલાસેસનો વપરાશ થાય છે.ટોબેકોમોલાસેસમાં તમાકુ સાથે ગોળનો રસ કે મધ જેવો ગળ્યો પ્રદાથનું મિશ્રણ કરવામાં આવેછે. જેથી અનેક ફ્લેવર બનાવી શકાય છે.
જેમાં તામકુ વગરની આવૃતિનો સમાવેશ પણ થાય છે. ભારતમાંહૂકાની લોકપ્રિયતા વધતી હોવાને લીધે હાલમાં જ હૂકા બાર પર સંખ્યાબંધ દરોડા પડ્યાછે અને પ્રતિબંધ લાદવામાં આવ્યા છે, ખાસ કરીને ગુજરાતમાં આવા પ્રતિબંધના કિસ્સા વધુ બન્યા છે.
જેમાં તામકુ વગરની આવૃતિનો સમાવેશ પણ થાય છે. ભારતમાંહૂકાની લોકપ્રિયતા વધતી હોવાને લીધે હાલમાં જ હૂકા બાર પર સંખ્યાબંધ દરોડા પડ્યાછે અને પ્રતિબંધ લાદવામાં આવ્યા છે, ખાસ કરીને ગુજરાતમાં આવા પ્રતિબંધના કિસ્સા વધુ બન્યા છે.
ભારતનો કોયિલાંડીનો હૂકો ઘણો પ્રચલિતછે. ભારતના પ્રશ્ચિમ કિનારે આવેલ નગર કોયિલાંડીમાં હૂકા બનાવામાં આવતા હતા.પરંતુઆજના સમયમાં કોયિલાંડીના હૂકા મળવા ઘણા મુશ્કેલ છે. ભારતમાં હુકાતરીકે પ્રચલિત બનેલો હુક્કો ઈરાનામાં ગલ્યાન, ઈઝરાયેલમાં નારગિલા,ફિલપાઈન્સમાંશિશા,દક્ષિણ આફ્રિકામાં ઓક્કા પાઈપ તરીકે જાણીતો છે.
રાકેશ પંચાલ


.jpg)