![]() |
| બેગડાની પ્રખ્યાત દરગાહ અને ભૂર્ગભ મહેલ |
ખેડા જિલ્લાના મહેમદાવાદથી ત્રણ કિલોમીટરનાઅંતરે આવેલા સોજાલી ગામ પાસે વાત્રક નદીના કિનારે પ્રખ્યાત રોજા-રોજીની દરગાહઆવેલી છે. ઇ.સ. ૧૪૪૮માંબંધાવવામાં આવેલ આ રોજા-રોજી દરગાહનો વિસ્તાર ૯૪ ફૂટ છે, અને તેનીઊંચાઇ ૬૦ ફૂટ છે. 66 થાંભલાવાળો, જબરદસ્ત ઘુમ્મટવાળો અને આરસજડિત ભોંયતળિયાવાળા આ રોજામાં બે કબર છે. મુબારક શહીદ બાવા અને તેમનાપુત્ર મીરા સૈયદ બાવાની આ દરગાહને રોજા-રોજીની દરગાહ તરીકે ઓળખવામાં આવે છે. આદરગાહની વિશેષતા તેના સ્તંભોમાં રહેલી છે. એક માન્યતા એવી છે કે રોજા-રોજીનીદરગાહના સ્તંભોની ગણતરી કરવામાં આવે તો દર વખતે ગણતરીની સંખ્યા અલગ જ આવે છે. જોદરગાહના સ્તંભની ગણતરી કરવામાં આવે તો અલગઅલગ સંખ્યા આવે છે.પરંતુ કોઈ ચોક્કસસંખ્યા આવતી નથી. જેનું મુખ્ય કારણે દરગાહની આર્કિટેક્ચર ડિઝાઈન છે. સ્તંભોની ગોઠવણ એવી રીતે કરવામાં આવી છે કેતેની ગણતરી કરવામાં દર વખતે કંઇક ભૂલ થઇ જાય છે. ખાસ કરીને યુવાનો ક્યારેક આ દરગાહના સ્તંભોનીગણતરી કરવા માટે સ્પેશિયલ રોજા-રોજીની દરગાહની મુલાકાત લે છે. લોકો ગણતરીમાં ભૂલ ના થાય તે માટે સ્તંભો પરનંબર લખીને ગણતરી કરે છે, પરંતુ હકીકતમાં આ દરગાહનું બાંધકામ ૬૬ સ્તંભોપર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સીદીસૈયદની જાળીની જેમ આ દરગાહની જાળીઓમાં પણ ફૂલોની ભાત પાડવામાં આવી છે.
મહોમ્મદ શાહ બેગડા એ આ દરગાહનું બાંઘકામકરાવ્યું હતું. એમ કહેવાય છે કે મોહંમ્મદ શાહ ગુજરાતનો સૌથી વઘુવૃક્ષપ્રેમી બાદશાહ હતો. આજથી ૬૦૦ વર્ષ પહેલા તેણે સરખેજ રોજાની સાથે રોજા રોજીનીદરગાહને પણ સુંદર કોતરણીથી સજાવી હતી. ભારે ખોરાક,મજબૂત મિજાજ અને પર્યાવરણ પ્રેમી એવા બેગડાએઅમદાવાદની ઘરતી પર અને એની આસપાસના વિસ્તારોમાં ઘણાં સુંદર સ્થાપત્યો બનાવરાવ્યાજે આજે પણ એટલા જ ગૌરવવંતા દેખાય છે.
મુબારક શહીદબાવાના રોજા પર આવીને લોકો રોજીની દુવા માગે છે. એટલે આ દરગાહનું નામ રોજા- રોજીની દરગાહ રાખવામાં આવ્યુંછે. દરગાહનું વાતાવરણ એકદમ શાંત અને નિરવ છે. અને સલ્તનત કાળના સ્થાપત્યમાં આટલાસ્તંભોવાળી દરગાહ અન્ય કોઇ જગ્યાએ ભાગ્યે જ જોવા મળે છે. અહીં હિંદુ-મુસ્લીમ સૌ મુલાકાતીઓ આવીને આઅદ્દભૂત સ્મારકની મુલાકાત લે છે. ઉનાળાની ગરમીમાં પણ મન અને તનને ઠંડક આપનારી આજગ્યા આપણી સાંસ્કૃતિક ઘરોહર છે.
મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો
રોજા રોજીની દરગાહની નજીક મહોમ્મશાહ બેગડાએ ભમ્મરિયો કૂવો બનાવ્યો છે. આ કૂવો 36 ફૂટ વ્યાસ ધરાવેછે. આ કૂવાનીચારે ખૂણે સીડીઓ આવેલી છે. જેના મારફતે કૂવાની અંદર આવેલા ઓરડામાં જઈશકાય છે.ઓરડામાં જવા માટેની સીડીઓ ગોળ ફરતી હોવાથી તેને ભમ્મરિયોકૂવો કહેવામાં આવે છે. આ ભમ્મરિયો કૂવોભૂગર્ભ મહેલ છે. જેમાં પહેલા માળે ચાર અને બીજા માળે આઠ ઓરડા છે. આ ઓરડાઓમાંપ્રકાશ કૂવા મારફતે આવે છે. મહોમ્મદ શાહ બેગડા એ ઉનાળાની ગરમીમાં સમય પસાર કરવામાટે આ ભમ્મરિયા કૂવાની રચના કરી હતી. આ ભમ્મરિયા કૂવામાં શિલ્પનું કલાકૌશલ્ય અને ઈજનેરની બુધ્ધિ પણ છે.જમીંનની અદર મહેલ બાંધવાનો અને તેમાં પણ કૂવાની આસપાસ ભૂગર્ભમાં મહેલ બાંધવાનો આવોદાખલો આ એક જ છે. માનવામાં આવે છેકે મહોમ્મદશાહ બેગડા એકનું એક સંતાન હતું. જેથીગુજરાતનો ભાવિ રાજા હતો. જે કારણોસર તેના જીવને હમેશા જોખમ રહેવાનો ખતરો હતો. જેકારણસોર બાળપણથી મહોમ્મદશાહ બેગડાને તેની માતાએ બેગડાને જમવામાં ઝેર આપીને ઉછેરોહતો. જેથી ઝેરને પચાવા માટે મહોમ્મદશાહ બેગડાને વધુ ખોરાકની જરૂર પડતી હતી.બાળપણથી શરીરને ઝેરની આદત પડી ગઈ હતી. જેથી શરીરમાં ગરમી વધી ગઈ હતી.જે કારણોસરમહોમ્મદ બેગડાને ઉનાળામાં ગરમી વધુ લાગતી હતી. જેથી ઠંડક મેળવવા માટે બેગડાએ આપ્રકારે ભૂગર્ભ મહેલ બનાવ્યો હતો. જ્યાં તે ઉનાળાનો સમય પસાર કરતો હતો.


.jpg)