www.GraminPatrika.com: સાધના માટે અનોખો આશ્રમ Blogger Widgets

સાધના માટે અનોખો આશ્રમ


          શું તમારે એકાંતમાં સાધના કરવી છે ?
ખેડા જિલ્લામાં  નડિયાદથી કપડવંજનારસ્તે શેઢી નદીની પાસે અનોખો હરિઓમ આશ્રમ આવેલો છે. 1955ના મે મહિનાની 28મી તારીખેઆ હરિઓમ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આ આશ્રમને મૌનવ્રત આશ્રમ તરીકે ઓળખવામાંઆવે છે. માત્ર એક ઓરડાથી શરૂ કરવામાં આવેલા આ આશ્રમમાં હાલમાં નવ ઓરડા છે. જેમાંસાધકે મૌનવ્રત ધારણ કરીને  આશ્રમના ઓરડામાંસ્વૈચ્છિકપણે પોતાની જાતને પૂરીને તેમની અંદર રહેલી શાંતિને સાધકોએ શોધવાની  હોય છે. આ આશ્રમ દ્રારા પાંચ રૂપિયાનું નજીવુંદાન લઈને આશ્રમમાં સાધકને ઓરડો આપવામાં આવે છે. આ બંધ ઓરડામાં સાધકે ઓછામાં ઓછુંએક અઠવાડિયું પસાર કરવાનું હોય છે. જેમાં તેને ઓરડાની એક બારી દ્રારા બે ટાઈમજમવાનું અને ચા આપવામાં આવે છે. ઉપરાંત કપડાં ધોવાની સગવડ પુરી પાડવામાં આવે છે. આ આશ્રમના ઓરડામાં પંખા સિવાયની દરેક વ્યવસથા રાખવામાં આવી છે.

 આ ઓરડામાં પુસ્તકો,પાણી,લાઈટ,બાથરૂમ,હીંચકો,પથારીની વ્યવસથા રાખવામાં આવી છે. આ આશ્રમમાંવર્ષ દરમ્યાન એક હજારથી વધારે લોકો મુલાકાતે આવે છે. ઉપરાંત વર્ષ દરમ્યાન ત્રણસોથીવધુ લોકો મૌન ખંડનો લાભ લે છે. શિયાળા દરમ્યાન આશ્રમમાં મૌનવ્રત ધારણ કરનારનીસંખ્યા વધી જાય છે. પરીક્ષા દરમ્યાન વિધાર્થી વર્ગ પણ વાંચન માટે મૌનખંડનો લાભ લેછે. આ ઉપરાંત વિદેશીઓ  પણ આશ્રમનીમુલાકાત  લેતા હોય છે. તેમ આશ્રમનીસારસંભાળ લેતાં અરવિંદભાઈ જણાવી રહ્યાં છે. આ આશ્રમની સ્થાપના સંતશ્રી મોટા દ્રારા કરવામાંઆવી હતી.સંતશ્રી મોટાએ સમગ્ર જીવન હરિજનોની સેવામાં અર્પણ કરી દીધું હતું.  


હરિઓમ આશ્રમના સ્થાપક સંતશ્રી મોટાના મતે જેમ જેમ બિલ્ડીંગોનું પ્રમાણ વધશેતેમ જંગલોનું પ્રમાણ ઘટી જશે.લોકોને સાધના અને શાંતિ મેળવવા માટે જગ્યાની અછતસર્જાશે. જેથી સંતશ્રી મોટા દ્રારા આ આશ્રમની સ્થાપના કરવામાં આવી. જ્યાં લોકોઆવીને એક ઓરડામાં રહીને પોતાની આત્માનો સાક્ષાત્કાર અને શાંતિનો અનુભવ કરી શકે.જોકે અત્યાર સુધી બંધ ઓરડામાં મૌનવર્ત ધારણ કરીને સૌથી વધુ સમય પસાર કર્યો હોયતેવા એક જવ્યક્તિ ભાવનગરના નરેશભાઈ જાની છે. જે વર્ષ 2004માં અઢી વર્ષ સુધીઆશ્રમના બંધ ઓરડામાં મૌનવ્રત ધારણ કરીને રહ્યાં હતાં.  વડોદરાથી હરિઓમ આશ્રમની મુલાકાતે આવેલ વડીલદંપતિના મતે આ પ્રકારે મૌનખંડની સુવિધા આપતા આશ્રમ વિશે અમને જાણ થતાં અમે દિકરાનેલઈને આશ્રમની મુલાકાતે આવ્યાં. અને હવે નામ રજીસ્ટર કરાવીને અમે નજીકનાદિવસોમાં  આ આશ્રમમા એક અઠવાડિયા માટેમૌનવ્રત લેવાનો વિચાર કર્યો છે.






રાકેશ પંચાલ