www.GraminPatrika.com: કમૌસમી વરસાદ મજા કે સજા ? Blogger Widgets

કમૌસમી વરસાદ મજા કે સજા ?


કમૌસમી વરસાદ મજા કે સજા ?


ચરોતરમાં આજે સવારથીસૂરજમામા  અદ્રશ્ય થઈ જવા પામ્યા છે. જોકેઆજની  સવારથી જ સમયાંતરે વરસાદના છાંટા પડીરહ્યાં છે. જેમાં ગુરૂવારે રાત્રે 12 વાગ્યાથી શરૂ થઈ સવારે પાંચ વાગ્યે અને નવવાગ્યે સામાન્ય વરસાદ પડ્યો હતો. જોકે અચાનક વરસાદના છાંટાથી કેટલાંય લોકોચિંતામાં મૂકાઈ ગયા છે.તેમાં  ખાસ કરીનેઠંડી ચીજ-વસ્તુઓનો વ્યવસાય કરતા લોકો માટે આ વાતાવરણમાં આવેલો અચાનક પલટો ધંધામાંમંદી લાવી શકે તેમ છે. જોકે સૂરજમામાની સંતાકૂકડી ગત રોજ ગુરવારની સવારથી શરૂ થઈગઈ હતાં. પરંતુ વરસાદ પડશે તેમ જણાતું ન હતું. પરંતુ આ રીતે શુક્રવારની સવારથીઅચાનક વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હોય તેમ જણાઈ રહ્યું છે.


 જોકે હવામાન વિભાગના અનુસાર  વેસ્ટન ડિસ્ટબન્સની અસરતળે હવામાનમાં  પ્રકારના ફેરફાર આવી રહ્યાં છે. જેની અસરગુરૂવારથી જણાઈ રહી છે. અને હજૂ બે દિવસ સુધી રહી શકે છે.ભરઉનાળે આકાશમાં વાદળોના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુંહતું. જેથી અસહ્ય બફારો ગુરૂવારથી જણાઈ રહ્યો હતો. પરંતુ શુક્રવારની સવારથીસમયાંતરે વરસાદી છાંટાના કારણે ગરમી ઓછી થઈ ગઈ છે. પરંતુ બફારો યથાવત છે. જોકેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં આવેલા નાટ્યાત્મક પલ્ટાના કારણેમધ્યગુજરાત અને ચરોતરમાં કોઈ સ્થળે અમી છાંટણ થવાની સંભાવના છે.જોકે આ પ્રકારનુંવાતાવરણ નુકસાનકારક નથી


        આજે વહેલી સવારે અચાનક આવેલાવરસાદીના છાંટા અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધાં હતાં . જેમાં કેટલાંક  ખેડૂતો પોતના ખેતરમાં સવારથી જ કાપેલ પાકનાપૂડાને ઢાંકતા નજરે પડ્યાં હતાં. આ ઉપરાંત ઉનાળામાં સવારથી બરફની ફેક્ટરીમાંથીઆજૂબાજૂના ગામોમાં બરફ ની સપ્લાય શરૂ થઈ જાય છે. જેથી આજે સવારથી બરફ લઈને નીકળેલાલારીવાળાઓ અચાનક પડેલા વરસાદથી મૂંઝવણમાં મૂકાઈ ગયા હતાં.