www.GraminPatrika.com: મેદાન વગરના બાળકો Blogger Widgets

મેદાન વગરના બાળકો


આણંદ જિલ્લાની 185 શાળા પાસે મેદાન નથી. આણંદ જિલ્લામાં 1038 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાંથી જિલ્લાની 853  પ્રાથમિક શાળાઓ પાસે મેદાન છે. જ્યારે 185 પ્રાથમિક શાળાઓ પાસે મેદાન નથી. જે 1038 શાળાઓમાંથી જે શાળાઓ પાસે બાળકોને રમવા માટે મેદાન નથી તે ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ સહિત નગરપાલિકા હસ્તકની શાળાઓ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલીક શાળાઓમાં જગ્યાઓનો અભાવ છે. જેમાં મેદાનની વ્યવસથા ઉભી કરવી અશક્ય બાબત છે.


તાલુકા પ્રમાણે મેદાનોની વિગત

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 124 શાળાઓમાંથી 83 શાળા પાસે મેદાન છે, જ્યારે 41 શાળા પાસે મેદાન નથી. બોરસદ તાલુકામાં 209 શાળાઓમાંથી 180 શાળા પાસે મેદાન છે,જ્યારે 29 શાળા પાસે મેદાન નથી. આંકલાવ તાલુકામાં 95 શાળાઓમાંથી 68 શાળાઓ પાસે મેદાન છે,જ્યારે 27 શાળાઓ પાસે મેદાન નથી. પેટલાદ તાલુકામાં 155 શાળાઓમાંથી 129 શાળાઓ પાસે મેદાન છે,જ્યારે 26 શાળાઓ પાસે મેદાન નથી.

સોજીત્રા તાલુકામાં 57 શાળાઓમાંથી 56 શાળાઓ પાસે મેદાન છે,જ્યારે 1 શાળા પાસે મેદાન નથી. ખંભાત તાલુકામાં 153 શાળાઓમાંથી 124 શાળાઓ પાસે મેદાન છે,જ્યારે 29 શાળાઓ પાસે મેદાન નથી. તારાપુર તાલુકામાં 52 શાળાઓમાંથી 43 શાળઓ પાસે મેદાન છે,જ્યારે 9 શાળાઓ પાસે મેદાન નથી. આણંદ તાલુકામાં 193 શાળાઓમાંથી 170 શાળાઓ પાસે મેદાન છે.જ્યારે 23 શાળાઓ પાસે મેદાન નથી.

શાળાના આચાર્ય શું કહી રહ્યાં છે ?

ચાર-પાંચ વર્ષ અગાઉ સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જે ગ્રાન્ટ દ્વારા શાળાઓ રમત-ગમતનાં સાધનો ખરીદી શકે. પરંતુ આ ગ્રાન્ટની ફાળવણી બંધ કરવામાં આવી છે. કેટલીક શાળાઓ એવી છેકે જેમની પાસે મેદાન છે પરંતુ રમત-ગમતના સાધનો જ નથી. આ ઉપરાંત કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા જરૂરિયાતના સમયે મેદાન ભાડે પણ લેવામાં આવે છે.


શાળામાં મેદાનનો અભાવ હોવાથી તેમને ક્લાસની રમતો રમાડવી પડે છે. આ ઉપરાંત કોઈ શિક્ષક રજા ઉપર હોય તો ખાલી સમય દરમ્યાન તેમને ક્લાસમાં બેઠા-બેઠા વાંચન કરવામાં આવે છે. જે શાળાઓમાં મેદાન નથી. તે દરેક શાળાને તેમના અલગ પ્રશ્નો છે. તેમની પાસે જગ્યાનો અભાવ છે. અને તે શાળાઓ પાસે રમત-ગમતના સાધનો નથી તે ગ્રાંટના અભાવે સમય પ્રમાણે રમત-ગમતના સાધનોની વ્યવસ્થા કરી શકે તેમ નથી. જેથી છેલ્લે આ સમસ્યાનો ભોગ બાળકો બની રહ્યાં છે.





રાકેશ પંચાલ