સૌનો સાથ સૌનો વિકાસ' રામપુરનો મંત્ર
ખેડા જિલ્લાના નડિયાદતાલુકામાં આવેલ રામપુર ગામ એકતાનું
ઉદાહરણ બની ગયું છે. આજની ત્રીસ વર્ષ પહેલા આગામમાં વસતા ખેડૂતો માત્ર ખેતી ઉપર
નિર્ભર હતા. જેનાથી ખેડૂતો પોતાના પરિવારનુંગુજરાન ચલાવતા હતાં. જોકે આ ગામની
કાયાપલટ 1988માં થઈ. જ્યારે
ગ્રામજનો દ્રારામળીને ક્રેડીટ સોસાયટી બેન્કની સ્થાપના કરવામાં આવી. આ બેંક દ્રારા
રામપુરનાગ્રામજનોને ધિરાણ આપવામાં આવ્યું. જે નાણાંનો ઉપયોગ અનેક ગ્રામજનોએ પોતાના
સંતાનનાભવિષ્ય માટે કર્યો. 1990માં આ ગામમાંથી એક યુવક વિદેશમાં ગયો અને ત્યાર બાદ એક પછીએક હજાર જેટલા યુવકો
રામપુર ગામથી લંડન,યુએસએ,ઓસ્ટ્રેલિયા,આફ્રિકા જેવા વિવિધદેશોમાં સ્થાયી થઈ ગયા છે. હાલના રામપુરના એક હજારથી વધુ
યુવકો વિદેશમાં રહે છે. ક્રેડીટસોસાયટીની મદદથી ખેડૂતને ઘરના ધિરાણ સામે લોન મળતી
હતી. જેની મદદથી ખેડૂત પોતાનાછોકરાઓને વિદેશમાં મોકલવાની વ્યવસથા સરળતાથી કરી શકે
છે. રામપુરથી યુવક વિદેશમાંપહોંચી ગયા બાદ અમુક વર્ષોમાં આ લોન ભરપાઈ કરી દેવામાં
આવી જેથી તેનો લાભ અન્યગ્રામજનો પણ લઈ શકે, જેથી બેંક મારફતે એક પછી એક ખેડૂત રૂપિયાની
વ્યવસથા કરતો ગયો.અને તેમ કરીને અત્યાર સુધીમાં અનેક યુવાનો વિદેશમાં પોતાનું
ભવિષ્ય બનાવી રહ્યાંછે.
વિદેશમાં વસેલો રામપુરગામનો છોકરો અહીંથી વિદેશમાં જતાં
છોકરાની બધીજ સંભાળ રાખે છે. પ્રારંભિક તબક્કેખાવાની-રહેવાની અને નોકરી સુધીની
વ્યવસથા ત્યાંના સ્થાયી છોકરાઓ કરી આપે છે. જેથીઅહીંથી નવો ગયેલો છોકરો ત્યાં
આરામથી સ્થાયી થઈ જાય છે. રામપુર ગામમાં છોકરોઓપ્રસંગોપાત વિદેશથી આવતા રહે છે.
અમુક યુવકો દસ વર્ષસુધી કામ કરીને ઘરે પાછા પણઆવી જાય છે. હાલના દિવસોમાં લંડની
આવેલા હર્ષદભાઈના મતે વિદેશમાં રૂપિયા છે.પરંતુએકબીજા માટે સમય નથી. જોકે વડીલોના
મતે હાલના દિવસોમાં કુંટુંબો સુખી જઈ ગયા છે.પહેલા રામપુરમાં અનેક પરિવારો આર્થિક
રીતે કમજોર હતાં.પરંતુ હાલના દિવસોમાંમોટભાગે લોકો સુખી થઈ ગયા છે.

જોકે ક્રેડીટ સોસાયટીબેંકના ચેરમેનના મતે આ બેંકની સ્થાપના
રામપુર ગામના લોકોને મદદરૂપ થઈ શકાય તે માટેકરવામાં આવી છે. રામપુર ગામથી બીજી
બેંકો ઘણી દૂર છે. જેથી ગ્રામજનોને વારંવારબીજા ગામનો સહારો લેવો પડતો હતો. આ
ઉપરાંત ગામની બેંકમાંથી લોન મળી રહે તેમજ ગામનારૂપિયા ગામના વિકાસમાં વાપરી શકાય તેહેતુસર બેંકની સ્થાપના કરવામાં
આવી હતી. અને તે ઉદેશ્ય સાથે શરૂ થયેલી આ બેંકનોલાભ સારા પ્રમાણમાં ગ્રામજનોએ લીધો
છે. અને તેનું આ ફળ છે.
રાકેશ પંચાલ


