www.GraminPatrika.com: કેમેરા પ્રુફ ખેડા જિલ્લો Blogger Widgets

કેમેરા પ્રુફ ખેડા જિલ્લો

ખેડા જિલ્લા મેજીસ્ટ્રેટ નડિયાદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ 144 અંતર્ગત ખેડા જિલ્લાની હદમાં આવેલા તમામ પેટ્રોલ પંપ, હોટલો, મોલ, બેન્કો, જ્વેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, ટોલ પ્લાઝામાં સીસીટીવી કેમેરા ગોઠવવાનો હૂકમ કરવામાં આવ્યો છે. આ હુકમ આ 5મી જૂન, 2012 સુધી અમલમાં રહેશે.





કેમેરાની કેવી વ્યવસ્થા કરવાની રહેશે ?

કેમેરા સારી ગુણવતાવાળા હોવા જરૂરી છે. જે રાત્રિ દરમ્યાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવા સક્ષમ હોવા જોઈએ. કેમેરાની ગોઠવણ એવી રીતે કરવી કે જેથી ગોઠવાયેલા વાહનો તેમજ વ્યક્તિને આઈડેન્ટીફાઈ કરી શકાય. આ ઉપરાંત 15 દિવસ સુધીનું રેકોર્ડીંગ રહી શકે તેવી સ્ટોરેજ વ્યવસ્થા કરવાની રહેશે. વ્યવસ્થિત રેકોર્ડીંગ કરવા માટે પૂરતી સંખ્યામાં જરૂરી કેમેરા ગોઠવાના રહેશે.

નડિયાદમાં કેવી તૈયારી ?

ખેડા જિલ્લાની તમામ હોટલો, મોલ, બેંકો, જ્વેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, પેટ્રોલપંપોમાં કેમેરા ગોઠવવાનો હુકમ ખેડા જિલ્લા મેજીસ્ટ્રેટ નડિયાદ તરફથી કરવામાં આવ્યો છે. આ હુકમ 5મીજૂન 2012 સુધી અમલમાં રહેશે અને ત્યારબાદ આ પ્રમાણે હુકમનું પાલન નહીં કરનાર દંડસંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. નડિયાદ શહેરમાં પાંચથી વધુ પેટ્રોલપંપ આવેલા છે.  જેમાં અમુક પેટ્રોલપંપમાં કેમેરાની ગોઠવણ કરવામાં આવી છે.

આ વ્યવસ્થા કેમ જરૂરી ?

લૂંટ તથા ચોરીના ગુના તથા આ પ્રકારની પ્રવૃતિ અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે વિડીયો રેકોર્ડીંગ એક હથિયાર સમાન સાબિત થાય છે. જેનાથી કેસને ઉકેલવામાં મદદરૂપ થાય છે તે હેતુથી આ પ્રકારની વ્યવસ્થા ઘણી જરૂરી છે.







રાકેશ પંચાલ