www.GraminPatrika.com: ચરોતરના સાહસખેડૂ Blogger Widgets

ચરોતરના સાહસખેડૂ

નાના પણ કામ મોટા

 આજે  16મી એપ્રિલ વર્લ્ડ ઑન્ટ્રપ્રનર ડે છે. કોઈ પણ વ્યવસાય નાના કે મોટા પાયે શરૂ કરવામાં આવે તેને ઑન્ટ્રપ્રનર તરીકે સામાન્યપણે લોકો ઓળખે  છે.પરંતુ  ઑન્ટ્રપ્રનર, સાચા અર્થમાં તેને કહેવાય કે જે વ્યક્તિ સમાજની જરૂરીયાતને સમજીને તે વસ્તુ કે સેવાને સમાજ સુધી પહોંચાડે અને તેમાંથી તે નવો માર્ગ બનાવે. ઑન્ટ્રપ્રનર દ્રારા શરૂ કરવામાં આવેલી  સેવા કે ઘંધો નાના કે મોટા પાયાનો પણ હોઈ શકે છે. સમાજની જરૂરીયાતને સમજીને નાના પાયે ઘંધો શરૂ કરીને પોતાના સાહસથી આજે પોતના વ્યવસાય ચલાવી રહ્યાં કેટલાંય ઉદાહરણો છે.
ખેતી નિર્ભર ગામે મ્યૂઝીક બેન્ડમાં કરી કમાણી
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર ગામના ખેડૂતો ખેતીનો વ્યવસાય છોડીને લગ્નપ્રસંગે ઉપયોગમાં આવતાં મ્યૂઝીક બેન્ડના વ્યવસ્યા સાથે સંકળાયેલા છે. પચ્ચીસ વર્ષ વહેલા ભાનેર ગામના એક ખેડૂત દ્રારા બેન્ડની શરૂઆત કરવામાં આવી હતી.સિંચાઈ માટે પાણી મળતું ન હોવાથી એક ખેડૂત દ્રારા મ્યૂઝીક બેન્ડ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતમાં આ બેન્ડમાં કામ કરનાર માણસો મળવા મુશ્કેલ હતાં.જે કારણોસર ગામના જ યુવાનો આ બેન્ડમાં કામ કરતાં હતાં. તે વખતે ચરોતરમાં  બેન્ડની સંખ્યા ઘણી ઓછી હતી.જે કારણોસર ભાનેર ગામના  બેન્ડની માંગ ચરોતર પંથકમાં વધવા લાગી હતી. જેથી આ બેન્ડમાં અનેક યુવાનો જોડાતાં ગયા અને અમુક વર્ષો બાદ આ બેન્ડમાંથી તૈયાર થયેલા યુવાનોઓ પોતોના અલગ બેન્ડનો વ્યવસાય આ ગામમાં શરૂ કર્યો. આજના દિવસોમાં આ ગામમાં પંદરથી વધારે બેન્ડ છે. જે સમગ્ર ચરોતરમાં વગાડવા માટે જાય છે. હાલના દિવસોમાં આ બેન્ડ ઉપર એક હજાર લોકો આધાર રાખે છે.જેનાથી તેમનું ગુજરાન ચાલે છે. તે જમાનામાં પાણીના અભાવે ખેડૂતો ગરીબીમાં જીવી રહ્યાં હતાં. પરંતુ ખેડૂતોએ બેન્ડના વ્યવસાયમાં ઝંપલાવતા આજે ખેડૂતોના જીવનધોરણમાં સુધારો આવ્યો છે.

હવા ભરવાના મશીનથી શરૂ કર્યો ધંધો
ભણતર કામે ન લાગ્યું તો હવાનો લીધો સહારો
ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં આવેલા ગામ રામોલમાં રહેતા યુવાને વાહનોમાં હવા ભરવાના કામને પોતની રોજગારીનું હથિયાર બનાવ્યું. નડિયાદ તાલુકાનું રામોલ ગામ નડિયાદ,આણંદ તેમજ વડતાલને જોડતાં મુખ્ય માર્ગ ઉપર આવેલ ગામ છે. આ મુખ્ય માર્ગ ઉપરથી હજારોની સંખ્યામાં વાહનો અવર-જવર કરતાં હોય છે. તેમ છતાં આ માર્ગ ઉપર હવા ભરવાનું મશીન ન હતું. જે કારણોસર બારમું ધોરણ પાસ થયેલ રામોલના યુવકે હવા ભરવાનું મશીન લાવવાનો વિચાર કર્યો. જોકે યુવક ભાનુના મતે ભણ્યાં પછી તેને રોજગાર શરૂ કરવો હતો.પરંતુ તેને કોઈ કામ આવડતું ન હતું. જે કારણોસર તેને હવા ભરવાનું કામ સરળ લાગ્યું હતું. જે કારણોસર હવા ભરવાના મશીનથી તેને ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમાં વાહનોમાં હવા ભરવાના કામથી તે સરળતાથી રોજના 100 જેટલા રૂપિયા કમાઈ લેતો હતો.રોજના કેટલાંય વાહનો હવા ભરવા માટે તેની દુકાને આવતા ગયાં અને ગ્રાહકો સાથે તેના સંબંધો વધતાં ગયા. અને આજના દિવસોમાં ગ્રાહકો સાથે બંધાયેલા સંબંધોના કારણે અમુક મહિનાઓથી શરૂ કરાવામાં આવેલ ટાયર પંક્ચર અને સર્વિસની સેવામાં ફાયદો થઈ રહ્યો છે. આજના દિવસોમાં આ યુવકને રોજની ત્રણસો રૂપિયા જેટલી આવક થઈ જાય છે. જેથી પાંચ લોકોની જવાબદારી ધરાવતા ભાનું માટે આ વ્યવસાય એક સહારો બની જવા પામ્યો છે.

બાળકોને આપ્યું રમત સાથે શિક્ષણ
શિક્ષણ સાથે જોડાયને બાળકોના વિકાસના માર્ગે
ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતા ભાવિશાબેન પટેલે દસ વર્ષ પહેલા શિક્ષણ જગતમાં ઝંપલાવ્યું હતું. તેમના મતે નાના બાળકોનું શિક્ષણ કલમ વગરનું શિક્ષણ હોવું જોઈએ અને તે માટે રમત સાથે શિક્ષણ આપવું જરૂરી છે. હાલના દિવસોમાં આ સમજ સામાન્ય બની ગઈ છે. પરંતુ દસ વર્ષ પહેલા જ્યારે રમત સાથે શિક્ષણની સમજ સાથે શિક્ષણ જગતમાં ઝંપલાવ્યું ત્યારે બાળકોના વાલીઓને આ બાબતે સમજાવા ઘણી મુશ્કેલીઓ પડતી હતી. નડિયાદમાં રહેતા ભાવિશાબેન પટેલ દ્રારા 2002માં નડિયાદ ખાતે પહેલી પ્રી પ્રાયમરી ફ્રેન્ચાઈઝ સ્કુલ શરૂ કરવામાં આવી હતી. જેમાં રમત સાથે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. આ સ્કૂલની શરૂઆતમાં માત્ર સાઈઠ જેટલા બાળકો હતા.પરંતુ હાલના દિવસોમાં 200 જેટલા બાળકો તેમની સ્કૂલમાં આવે છે. લગ્નના છ વર્ષ ભાવિશાબેનને શિક્ષણ ક્ષેત્રે નવું કરવાની ઈચ્છા થઈ. જેથી પોતાના પતિના સાથ-સહકારથી બીએસસીમાં માઈક્રો બોયોલોજીનો અભ્યાસ કરેલ ભાવિશાબેન  દ્રારા પ્રી પ્રાયમરી સ્કૂલની શરૂઆત 2002માં કરવામાં આવી હતી. જે આજે સફળતાના શિખર સર કરી રહી છે.





રાકેશ પંચાલ