www.GraminPatrika.com: ભોળાનાથના ઘરે ચોરી Blogger Widgets

ભોળાનાથના ઘરે ચોરી

             પીજના મહાદેવ મંદિરમાં ચોરી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ પીજ ગામના વર્ષોજૂના કપિલેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી થઈ છે. જોકે સોમવારની રાતે તસ્કરો દ્રારાશિવલિંગની ફરતે આવેલ ચાંદી તેમજ જરમરનો નાગ ચોરી કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલનીકિંમત અંદાજે આઠ લાખની આસપાસ થતી હોવાનું પોલીસ જણાવી રહી છે. નડિયાદથી આઠકિલોમીટર દૂર આવેલા કપિલેશ્વર મહાદેવના મંદિરનું તાળું તોડીને તસ્કરો મંદિરનાગર્ભગૃહમાં પ્રવેશ્યા હતાં.મંદિરમાં થયેલ ચોરીની જાણ પોલીસને સવારે કરવામાં આવીહતી. પોલીસને આ બાબતની જાણ થતાં ડોગસ્કેટ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકેપોલીસ હાલ ફિંગરપ્રિન્ટના નમુના લઈને આરોપીઓને પકડવાની તપાસ આરંભી દીધી છે.

ખેડા જિલ્લામાં આ પ્રકારે મંદિરમાં ચોરી થઈ હોય તેવો આપહેલો બનાવ નથી. આ પહેલા પણ ખેડા જિલ્લાના અસંખ્ય મંદિરોમાં તસ્કરો દ્રારા ચોરીકરવામાં આવી છે. મહિના અગાઉ નડિયાદ પાસે આવેલ અંલિન્દ્રા ગામનાં મંદિરમાં  તેમજ પીજ રોડ ઉપર આવેલ મહાદેવના મંદિરમાં ચોરીથઈ હતી. ખેડા જિલ્લામાં અનેક નાના-મોટા મંદિરો આવેલા છે. તેમા ખાસ કરીને નડિયાદતાલુકાના દરેક ગામોમાં એકથી વધુ મંદિરો આવેલા છે. જેમાં સોના-ચાંદીના આભૂષણોથીભગવાન શણગારેલા હોય છે. તેવામાં કપિલેશ્વર મહાદેવના મંદિર થયેલી ચોરીએ અનેકમંદિરના સંચાલકોને ચિંતામાં મૂકી દીધાં છે. લોકોના મતે  કપિલેશ્વર મંદિર ગામના છેવાડા છે. જેનો લાભલઈને તસ્કરોએ રાત્રિ દરમ્યાન ચોરી કરી છે.







રાકેશ પંચાલ