![]() |
ચરોતરમાં ખાતમુર્હતથી દૂર રહ્યાં બિલ્ડરો |
શનિવારે અખાત્રીજના દિવસે ખેડા અને આણંદ શહેરમાં બિલ્ડરો ખાતમુર્હતથી દૂર રહ્યાં હતાં. નડિયાદ તેમજ આણંદ શહેરની આસપાસ અનેક જગ્યાએ કેટલીય ખુલ્લી જગ્યાએ નવા રેસીડેન્સ મકાનો બનવાની તૈયારીમાં છે. જે માટે જગ્યાઓ બિલ્ડરો દ્રારા અગાઉથી બુક કરી દેવામાં આવી છે. જેનું ખાતમુર્હત અખાત્રીજના દિવસે કરવામાં આવશે તેમ જણાતું હતું. પરંતુ મંગળવારે અખાત્રીજનો દિવસ હોવા છતાં અનેક બિલ્ડરો દ્વારા ખાતમુર્હત કરવામાં આવ્યું નથી.
ચરોતરમાં નડિયાદ અને આણંદ શહેરમાં બહારના વિસ્તારોમાં અનેક જગ્યાએ રેસીડેન્સ મકાનોનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમાંની હજૂ કેટલીય ખુલ્લી જગ્યાઓ ઉપર નવા મકાન બનવાની તૈયારીમાં છે. જેમાં કેટલીય જગ્યાએ ખાતમુર્હત મંગળવારે અખાત્રીજના દિવસે કરવામાં આવ્યું નથી.
વિદ્યાનગરમાં સાઈટ મેનેજર તરીકે કામ કરતા દિનેશભાઈ ચૌહાણના મતે મંગળવારને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભૂમિપૂજન તેમજ ખાતમૂર્હુત માટે યોગ્ય ગણવામાં આવતો નથી. અને આ વખતે અખાત્રીજ મંગળવારના રોજ હતી. જે કારણોસર આ વખતે મોટાભાગના પ્રોજક્ટ માટે નક્કી કરાયેલ જમીન ઉપર ખાતમુર્હત કે ભૂમિપૂજન કરવામાં આવ્યું નથી. હવે બીજા કોઈ સારા દિવસે ખાતમુર્હત કરવામાં આવશે .
જોકે અમુક બિલ્ડરોના મતે અખાત્રીજ દિવસ સૌથી સારો દિવસ હતો. અને તે દિવસે કોઈ ચોઘડિયા કે દિવસ જોવાની જરૂર હોતી નથી. પરંતુ તેમ છતાં અમુક બિલ્ડરો દિવસને પણ મહત્વ આપતાં હોય છે. પરંતુ મોટાભાગના બિલ્ડરો ખાતમુર્હત અને ભૂમિપૂજનથી અખાત્રીજના દિવસ દૂર રહ્યાં છે. જ્યારે અમુક જ બિલ્ડરો દ્વારા ખાતમુર્હત કરીને પ્રોજેક્ટનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ

