www.GraminPatrika.com: ચરોતરનું ચોક્સી આંદોલન Blogger Widgets

ચરોતરનું ચોક્સી આંદોલન

ચોક્સી આંદોલનની જ્વાળા
 સોના ઉપર એક્સાઈઝ ડ્યુટી વધારવાના આંદોલન દિવસને દિવસે વધુ જોર પકડી રહ્યું છે. કેન્દ્ર સરકારે સોના ચાંદી ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંક્યો છે. જેનો છેલ્લા પદરથી દિવસથી વિવિધ રીતે આંદોલન કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં આ બાબતે જ્વેલર્સ એસો. દ્રારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં ચરોતરમાં છેલ્લા પંદરથી વિવિધ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.





    નડિયાદમાં ખેડા જિલ્લા જ્વેલર્સ એસો. દ્રારા નેશનલ હાઈવે નંબર 8ને ઉપર વાહન રોકી દેવામાં આવ્યા હતા. જોકે રાજ્યભરમાં મંગળવારના રોજ જ્વેલર્સ એસો. દ્રારા વિવિધ જગ્યાએ નેશનલ હાઈવે ન.8 ઉપર અમુક કલાક પુરતા વાહનો રોકીને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. જેથી મંગળવારનો રોજ ભારે માત્રામાં વાહનોની અવરજવર ઉપર અસર જોવા મળી હતી. જોકે રામધૂનનો સહારો લઈને ખેડા જિલ્લા એસો. દ્રારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમાં પોલીસ અને વેપારીઓ આમને-સામને પણ આવી ગયા હતાં. જેથી પોલીસે કેટલાક વેપારીઓની ઘરપકડ કરવાની પણ ફરજ પડી હતી. અમદાવાદ જ્વલેર્સ એસો.ના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લા જ્વેલર્સ એસો. આંદોલનની કામગીરી કરી રહી છે. જેથી અમદાવાદથી નક્કી કરાયેલા આંદોલનની હેઠળ નડિયાદમાં  આંદોલન કરવામાં આવે છે. જેમાં અમુક દિવસો અગાઉ કાળી પટ્ટી પહેરીને વેપારીઓ સમગ્ર નડિયાદમાં રેલી કાઢી હતી. જેમાં ખેડા-આણંદ જિલ્લાના તમામ વેપારીઓ ભેગા થયા હતા.

ઉપરાંત સૌથી પહેલા ઢોલ-નગારા સાથે નડિયાદમાં સરદાર પટેલની પ્રતિમા પાસેથી આ આંદોલનની શરૂઆત કરી હતી. જોકે આ સમગ્ર આંદોલનમાં ચોક્સી બજારમાં કરોડનું નુકશાન થવા પામ્યું છે. તેમ છંતા કેન્દ્ર સરકાર દ્રારા આ બાબતે આંખ આડા કાન કરી રહી છે જેથી વેપારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. અને આવતા દિવસોમાં આ આંદોલનની જ્વાળા વધુ ઉગ્ર બની શકે તેમ છે. બીજી તરફ જ્વેલર્સની દુકાનમાં કામ કરતા નોકરીયાત વર્ગ માટે આ આંદોલનથી આવક બંઘ થઈ જવા પામી છે. જેથી પગાર ઉપર જીવતા આ વર્ગ માટે આ હડતાલ મુશ્કેલી સમાન સાબિત થઈ છે. જેથી  આ હડતાળ જલ્દી સમેટાઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.






રાકેશ પંચાલ