ભયાનક અકસ્માત : 9ના મોત, 10ને ઈજા
ખેડા જિલ્લાના મહુધા- ડાકોર રોડ ખાતે વહેલી સવારે લક્ઝરી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં નવ લોકોના મોત અને દસ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થવા પામી છે. જોકે લક્ઝરી જીજે- 3-271 અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમ્યાન રસ્તાની સાઈડમાં ઉભા રહેલા ડમ્પર સાથે અથડાઈ હતી. અમદાવાદ તરફથી આવી રહેલા ડમ્પરના ટાયરમાં પક્ચર પડી જવાના કારણે ડમ્પરને રસ્તાની સાઈડમાં ઉભું કરવામાં આવ્યું હતુ. મળતી માહિતી મુજબ આ લક્ઝરીમાં બેસીને મજૂરો અમદાવાદ તરફ જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન રોડની સાઈડમાં ઉભા રાખેલા ડમ્પર સાથે લક્ઝરીનો અકસ્માત સર્જાયો હતો. ધટના બાદ ઈજાગ્રસ્તોને નડિયાદ તેમજ મહુધા, અલીણાની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. અને આ ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ અકસ્માતનો ભોગ મધ્યપ્રદેશના મજૂરો બન્યા છે. જે મજૂરી કામ કરવા માટે દાહોદથી અમદાવાદ તરફ આવી રહ્યાં હતા. નડિયાદ ખાતેની સિવલિ હોસ્પિટલમાં વહેલી સવારે દાખલ કરવામાં આવેલા 9 જેટલા વ્યક્તિઓને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતા જ અક્સમાતનો ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારજનો તુંરત નડિયાદની સિવિલ હોસ્પિટલમાં આવી ચઢ્યાં હતા. પરંતુ પીડિતોને અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હોવાથી તેમને નડિયાદથી અમદાવાદ તરફ જવાની ફરજ પડી હતી.
રાકેશ પંચાલ
