મોંઘવારી સામે લડવા ચરોતર તૈયાર
જોકે છૂટક કામ કરનાર લોકોની મોંઘવારીના કારણે દયનીય હાલત થઈ જવા પામી છે. તેમ જણાઈ રહ્યું છે. નડિયાદમાં વીમાના એજન્ટ તરીકે કામ કરતા રમેશભાઈના મતે અમારે કામકાજ માટે બાઈક મારફતે ફરવાનું હોય છે. તેમાં પેટ્રોલનો વપરાશ વધુ થાય છે. તેમજ ગ્રાહક સાથે સતત સંપર્કમાં રહેવાનું હોય છે. જેથી ફોનનો વપરાશ પણ વધુ હોય છે. જોકે અમારા જેવા છૂટક કામ કરતા એજન્ટોને પેટ્રોલ કે ફોનના બીલ વીમાકંપની આપતી નથી. જેથી અમારે સ્વખર્ચેમાં ઉપાડવાનો હોય છે. જેથી આ રીતે એકતરફી થઈ રહેલો ભાવવધારો અમારા જેવા છૂટક કામ કરતા વર્ગને માંઠી અસર કરી રહ્યો છે.અને તેની સામે અમારી આવકમાં કોઈ ફેર પડ્યો નથી. જેથી હું ઓનલાઈન ફ્રી મેસેજ કે ઈમેલ કરું છું અને ગ્રાહક તૈયાર થાય ત્યારે જ રૂબરૂ મુલાકાત નક્કી કરૂં છું.
પોતાના કામકાજથી નિવૃતિ લઈ ચૂકેલ બિપીનભાઈએ પોતાના ઘરને અનોખી રીતે મદદ કરી રહ્યાં છે.મોંઘવારીના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં ઉછાળો આવ્યો છે. જે કારણોસર નડિયાદમાં રહેતા બિપીનભાઈએ ઘરમાં ટેરેસ્ટ ગાર્ડન બનાવી દીધું છે. જ્યાં તેઓ દૈનિક વપરાશમાં આવતી શાકભાજી પકવે છે. અને તેઓના મતે તેમણે પોતાના ટેરેસ્ટમાં અનેક પ્રકારની શાકભાજી પકવી છે. જેથી તેમને શાકભાજીની અછત જણાતી નથી. અને મોંઘી શાકભાજી બજારમાંથી ખરીદવાની જરૂર પડતી નથી. અને હું મારા ઘરને મદદ કરી રહ્યો હોવાનો મને આનંદ થાય છે. અને મારા આ સમયનો વ્યવસ્થિત ઉપયોગ પણ થઈ રહ્યો છે.
રાકેશ પંચાલ
રામનવમીના દિવસથી મોંઘવારીનો બોજો સામાન્ય લોકો ઉપર આવી ગયો છે. જેથી અસર બજારોમાં જોવા મળી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરથી દરરોજ હજારોની સંખ્યામાં પેસેન્જર ઓટો મારફતે આસપાસના શહેર કે ગામડાઓમાં અવર-જવર કરે છે. પરંતુ હવેથી રીક્ષા મારફતે દૈનિક અવર-જવર કરતા યાત્રીઓને રામનવમીના દિવસથી બસ કરતા વધારે રૂપિયા આપવા પડી રહ્યાં છે, પહેલા રીક્ષાવાળા બસના ભાડા કરતા બે રૂપિયા ઓછા રાખીને પેસેન્જરોને સવારી કરાવતા હતાં .પરંતુ રામનવમીથી રીક્ષાવાળાએ ભાડામાં બસ કરતા વધારો કરી દીધો છે. જેથી પેસેન્જરોને નાછૂટકે આ ભાડામાં થયેલા વધારોનો સ્વીકાર કરવો પડે તેમ છે. જોકે યાત્રીઓના મતે પેટ્રોલના ભાવમાં વધારો થાયે તેવી ભીતિ સેવાઈ રહી છે. તેવામાં અચાનક રીક્ષાવાળાઓ દ્રારા ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જે અયોગ્ય છે. જ્યારે રીક્ષાવાળાઓના મતે પેટ્રોલના કારણે ભાડામાં વધારો કર્યો હોય તેમ નથી.પરંતુ આજના દિવસોમાં દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેથી અમારી કમાણીથી ઘરને ચલાવામાં તકલીફ પડી રહી છે. જેથી અમે બસના ભાડા કરતા પણ ઓછા ભાડાએ રીક્ષા ચલાવી રહ્યાં હતા. પરંતુ હવે પરવડે તેમ નથી. અને હજૂ પેટ્રોલના ભાવ વધારા બાદ પણ ભાવમાં વધારો કરવો પડશે તેમ જણાઈ રહ્યું છે.
પોતાના કામકાજથી નિવૃતિ લઈ ચૂકેલ બિપીનભાઈએ પોતાના ઘરને અનોખી રીતે મદદ કરી રહ્યાં છે.મોંઘવારીના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં ઉછાળો આવ્યો છે. જે કારણોસર નડિયાદમાં રહેતા બિપીનભાઈએ ઘરમાં ટેરેસ્ટ ગાર્ડન બનાવી દીધું છે. જ્યાં તેઓ દૈનિક વપરાશમાં આવતી શાકભાજી પકવે છે. અને તેઓના મતે તેમણે પોતાના ટેરેસ્ટમાં અનેક પ્રકારની શાકભાજી પકવી છે. જેથી તેમને શાકભાજીની અછત જણાતી નથી. અને મોંઘી શાકભાજી બજારમાંથી ખરીદવાની જરૂર પડતી નથી. અને હું મારા ઘરને મદદ કરી રહ્યો હોવાનો મને આનંદ થાય છે. અને મારા આ સમયનો વ્યવસ્થિત ઉપયોગ પણ થઈ રહ્યો છે.રાકેશ પંચાલ

